મારી પોલિયોગ્રસ્ત માતા ઓફિસોના ટેબલ સાફ કરે તો પિતા સિમેન્ટ ફેકટરીમાં ૬૦ રૂપિયાનું રોજ મેળવતા

નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બર્નાના ગુન્નયા પોતાના દિકરાને આર્મી ઓફિસર તરીકે જોઈને તેમની આંખોમાંથી હરખાના આંસુ રોકી શકયા ન હતા. ગુજાયા હૈદરાબાદની સિમેન્ટ ફેકટરીમાં રોજિંદા મજુરી કરી ૧૦૦ રૂપિયા મેળવે છે ત્યારે તેમના દિકરાને શનિવારના રોજ ભારતીય મિલેટ્રી દેહરાદુનની સેનામાં જોડાવાની તક મળી છે. તેમણે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તેમનો પુત્ર યાદાગીરી આર્મી અધિકારી બની શકશે.

યાદાગીરીએ જણાવ્યું હતું કે, મારા પિતા એક સાધારણ વ્યકિત છે. તેમણે મને મહામહેનતે સોફટવેર એન્જીનીયર બનાવ્યો છે. હૈદરાબાદની આઈઆઈએમમાં અભ્યાસ કરવા માટે તેમણે ટીપે ટીપે સરોવર ભરી મારી ફી ચુકવી છે. જોકે તેમનું માનવું છે કે અમેરિકાની નોકરી ફંગાવી મેં ખુબ જ મોટી ભુલ કરી છે. યાદાગીરીએ કેટની પરીક્ષામાં ૯૩.૪ ટકા માર્ક મેળવ્યા છે પરંતુ તે જણાવે છે કે હવે હું મારા હૃદયનું માનીને દેશની સેવા કરવા માંગુ છું. શનિવારના રોજ તેમના માતા-પિતાને તેમની મહેનતના પરિણામ‚પે દિકરાએ આઈએમએમાં ટેકનિકલ કોર્સમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. જે ટેકનિકલ વિભાગના આર્મીમાં જોડાવવાનો લાભ અપાવે છે.

તેમના આર્થિક સંઘર્ષની વાતો કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા ભણતરમાં સરકારની શિષ્યવૃતિનો હું ખુબ જ આભારી છું. મને યાદ છે મારા પિતા તનતોડ મહેનત બાદ દિવસના ૬૦ મેળવતા તો મારી પોલીયોગ્રસ્ત માતા ઓફિસરના ટેબલ સાફ કરી બંનેને છેડા ભેગા કરવા મહેનત કરતા હતા. આમ છતાં તેમણે કયારેય પૈસાની લાલચ રાખી નથી. મારી પાસે ટેકનીકલ વિભાગમાં પૈસા કમાવવાની ઉજજવળ તકો હતી પણ મારુ મન ત્યાં લાગતું ન હતું.

જન્મભૂમિમાં સેવા આપવા સિવાયની વિદેશની નોકરી મારી પસંદગી ન હતી માટે તેથી આગળ તેમણે આર્મી ઓફિસર બનવાનુ સ્વપ્ન જોયું. જાહેરમાં બોલવું અને પુસ્તકો વાંચવું યાદગીરીને ખુબ જ પસંદ છે. યાદાગીરી જણાવે છે કે હું દેશની સેવા કરવા માંગુ છું અને તે મારી ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.