વિછીંયાના સરતાનપરના ખેડુતનું ધોકા વડે ઢીમઢાળી દઈ રૂ.15 હજારની લૂંટ ચલાવી
સરકારી વકીલની ધારદાર દલીલ અને સાયોગિક પૂરાવાને ધ્યાને લઈ ન્યાયધીશ સ્મિતાબેન અત્રી
વિંછીયા તાલુકાના સરતાનપર ગામે પાંચ વર્ષ પુર્વે વાડી માલીક પાસે પપૈયાની ઉપજના રહેલા રૂ.15 હજાર અને બાઈક લૂંટ ચલાવી ત્રિકમના હાથા વડે બેહરમીથી મારમારી હત્યા નિપજાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી સામેનો કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલીજતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ વિંછીયાના સરતાનપર ગામે રહેતા રામજીભાઈ મેઘાભાઈ રાઠોડે પાંચ વર્ષ પુર્વે ભાદરકુ વાડીમા પપૈયાનું વાવેતર કર્યું હતુ તેની ઉપજના રૂ.15 હજાર રામજીભાઈ રાઠોડ પાસે હતા રામજીભાઈ રાઠોડની વાડીમાં મજૂરી કામ કરતા પ્રકાશ ઉર્ફે પકકો ચંદુભાઈ નાયકા નામના શ્રમિકે વાડી માલીક પાસે રહેલા રૂ.15 હજારની લૂંટના ઈરાદે શ્રમિક પ્રકાશ ઉર્ફે પકકો નાયકે વાડી માલીક રામજીભાઈ રાઠોડ ઉપર ત્રિકમના હાથા વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતુ અને મૃતક રામજીભાઈ પાસે રહેલી રૂ.15 હજારની રોકડ અને બાઈકની લૂંટ ચલાવી શ્રમિક પ્રકાશઉર્ફે પકકો નાયક નાસી છૂટયો હતો. મૃતક વાડી માલીક રામજીભાઈ રાઠોડનાપુત્ર ઘનશ્યામભાઈ રામજીભાઈ રાઠોડે જસદણ પોલીસ મથકમાં શ્રમિક પ્રકાશ ઉર્ફે પકકો નાયકા વિરૂધ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી પ્રકાશ ઉર્ફે પકકો નાયકાની ધરપકડ કરી તેની પાસેથી બાઈખ અને વાડી માલીક પાસેથી લૂંટી લીધેલી રૂ.15 હજારની રોકડ અને બાઈક કબ્જે કર્યું હતુ. પોલીસે હત્યા અને લૂંટના ગૂનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરતો હુકમ કર્યો હતો.
વિંછિયાના સરતાનદપર ગામના ચકચારી હત્યા અને લૂંટ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમા ચાલવા ઉપર આવતા સરકાર તરફે રોકાયેલા એપીપી સ્મિતાબેન અત્રી અને પ્રશાંતભાઈ પટેલે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી. કે આ સાંયોગીક પૂરાવાનો કેસ છે. મૃતક વાડી માલીકનું લોહી આરોપીના કપડા ઉપરથી મળી આવેલ છે. મજૂરી કામ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે પકકો નાયકા પાસેથી વાડી માલીકની હત્યા કરી લૂટવામા આવેલ રૂ.15 હજારની રોકડ અને બાઈક કબ્જે કરવામાં આવ્યું હતુ. જે શંકા પ્રબળ બને છે.મૃતકના પત્ની ફરિયાદી પુત્ર સહિત 22 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી છે. અમ સરકાર પક્ષે એપીપી દ્વારા થયેલી દલીલ અને રજૂઆતો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને ધ્યાને લઈ સેશન્સ જજ પૂર્વીબેન એન. દવેએ હત્યા અને લૂંટના ગૂનામાં આરોપી શ્રમિકને તકસીરવાન ઠરાવતો આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી સ્મિતાબેન અત્રી અને પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.