સિનિયર-જુનીયર કાર્યવાહીથી અલીપ્ત કરી સુત્રોચ્ચાર કર્યા
શહેરના બહુમાળી ભવન ખાતે બેસતી મજુર અદાલતના ન્યાયાધીશ બી.ડી. પરમારની સીનીયર- જુનીયર એડવોકેટો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી સુત્રોચ્ચાર કર્યા હતા.
વધુ વિગત મુજબ શહેરના બહુમાળી ભવન ખાતે મજુર અદાલતના જજ બી.ડી.પરમારની કાર્ય પઘ્ધતિ સામે રાજયની ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રમુખ દ્વારા બન્ને પક્ષો વચ્ચે વાટાઘાટો કરી સુચના આવ્યા બાદ કોઇ ફરેફાર ન થતા બાર દ્વારા પત્ર પાઠવવામાં આવેલો. બાદ ઔઘોગિક અદાલત રાજયને જાણ કરતા રુબરુ ચાલી સમજાવટ કરવામાં આવી હતી. કોઇ સુધારો ન થતાં એસો.ની ખાસ અસાધારણ સભા બોલાવવામાં આવેલી અને તમામ કોર્ટોમાં કાર્યવાહીથી અલીપ્ત રહેવા ઠરાવ થયેલો. લેબર કોર્ટમાં કોર્ટની ફીની જોગવાઇ નથી કારણ કે સરકારને કોઇ રેવન્યુ તેમાંથીજોઇતી નથી ખાસ કરીને મજુરો પાસેથી જેથી પ્રથમ દર્શનીય રીતે મજુર કાયદાની હેઠળના જયુરીસ્પ્રુડન્સની વિરુઘ્ધ આ કાર્યવાહી જણાઇ છે.
આ ઉપરાંત જજ રોજે રોજ સાંભળેલી દલીલોના ચુકાદા લાંબા સમય સુધી આપતા નથી. ફકત હકક બંધ કરવાના હુકમો કરી કાર્યવાહી આગળ ચલાવવા દબાણ કરે છે. બંન્ને પક્ષની દલીલ થઇ ગઇ હોય તો પણ વધુ દલીલ માટેના ખોટા પ્રોસીડીગ્સ કરી કેઇસ લંબાવે છે.
હાઇકર્ટનું ડાડાઇરેકશન હોવા છતા વચગાળાના હુકમો તેમજ ઉલટ તપાસ હાથે લખે છે જેના કારણે હાઇકોર્ટમાં અપીલ કરતી વખતે મુશ્કેલી ઉભી થાય છે.
એસોસીએશન દ્વારા ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં જનરલ સેક્રેટરી અશોક ગોસાઇ, દીલીપભાઇ પટેલ, બારના પ્રમુખ અનિલ દેસાઇ ઉપપ્રમુખ બકુલ રાજાણી, દિલીપભાઇ ઠાકર, ગીરીશભાઇ ભટ્ટ, જી.આર.ઠાકર, યોગેશ રાજયગુરુ, મુકેશ તન્ના , વી.ડી. મહેતા, જે.સી. દોશી, અમીત માંકડ, ડી.સી.જોશી, પરાગ વોરા, વિજય ટીંબડીયા, અભય શાહ, સુનીલ વાઢેર, જયેશ યાદવ, નિપુણ વસાવડા, ભુષણ વચ્છરાજાની તેમજ સુષ્છરાજાની તેમજ સુષ્મા વચ્છરાજાની વગેરે એડવોકેટ ઉ૫સ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com