નાના વડાળા ગામે એનએસએસ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહથી ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત જામનગર-ગ્રામ પંચાયત તથા લેઉઆ પટેલ સમાજ નાનાવડાળાના સહયોગથી રાજકોટની કણસાગરા મહિલા કોલેજનો રાષ્ટ્રીય સેવા યોજનાનો (એન.એસ.એસ.) શ્રમ, આરોગ્ય, સફાઈ, સાંસ્કૃતિક અને ગ્રામજાગૃતિ શિબિર નાનાવડાળાગામ ખાતે ૩૧ ડીસે. સુધી યોજાનાર છે. આ કેમ્પમાં કોલેજની ૧૧૫ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે. આ કેમ્પ દરમિયાન એકયુપ્રેશર કપીંગ થેરાપી કેમ્પ, લોક સંપર્ક, વડીલ વંદના, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અનેક આયોજન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના અધયક્ષ સ્થાને ઉદઘાટન સમારોહ યોજાયો હતો. તથા બહોળી સંખ્યામાં અનેક નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા એક શામ શહીદો કે નામ જરા યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજાયો હતો આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ. ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય સેવા યોજનાના આજના આ ઉદઘાટન કાર્યક્રમાં ઉપસ્થિત રહેવાનું થયું છે. આખા દેશમાં આ રાષ્ટ્રીય સેવા યોજના ખૂબજ સારી રીતે ચાલી રહી છે. અનેક સેવાના પ્રકલ્પો આ યોજના દ્વારા ગામડે ગામડે થઈ રહ્યા છે. સાથે સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું ઘડતર પણ થાય છે. સેવાની ઉત્કૃષ્ટ ભાવના વધુ બળવતર બને છે.જેમાં સાંસ્કૃતિક, સેવાના સફાઈના કાર્યક્રમો હોય આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈ લોકોને સમજાવે તેમની સાથે સંપર્ક કરે છે અને સેવાનું કામ થાય છે.
અબતક સાથેની વાતચીતમાં કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ રાજેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતુ કે નાનાવડાળા ગામ ખાતે અમારો એન.એસ.એસ. કેમ્પ યોજાયો છે. ગામનો ઉત્સાહ, સહકાર, વિદ્યાર્થીની મહેનત થકી કોલેજની વિદ્યાર્થીની બહેનો તા.૨૬ થી ૩૧ દરમિયાન ગામમાં રહી જૂદા જૂદા સેવાકીય પ્રકલ્પો આગળ વધારવાની છે નાનાવડાળા ગામ સાથે ખૂબજ આત્મીયતા થઈ ગઈ છે. કે જેમ દૂધમાં સાંકળ ભળે તેમ દિકરીઓ આ ગામ સાથે ભળી ગઈ છે. એક પ્રિન્સીપાલ તરીકે અને આ વાતની પ્રતિતિ કરાવે કે વિદ્યાર્થીઓને ગામ લોકોનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. ગામના લોકોને સરકારી યોજનાની જાણકારી આપે લોકસંપર્ક કરે, વૃક્ષારોપણ, આરોગ્ય, સ્વચ્છતા વગેરે કામ વિદ્યાર્થીનીઓ કરે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાનજે એમ પનારા એ જણાવ્યુંં હતુ કે રાજકોટની કણસાગરા મહિલા કોલેજ એન.એસ.એસ.માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત કક્ષાએ ખૂબજ પ્રસંશનીય કામગીરી કરી છે. ૧૯૯૫માં કણસાગરા મહિલા કોલેજને ગુજરાતના બેસ્ટ એન.એસ.એસ. યુનિટ તરીકેનો એવોર્ડ મળેલ છે. કણસાગરા કોલેજ એ એન.એસ.એસ.માં ગુજરાતભરમાં નવા આયોમો ઉભા કર્યા છે. નવી પધ્ધતિઓ વિકાસના કાર્યોને અપનાવ્યા છે. એન.એસ.એસ.ને આ કોલેજ નવી ઉંચ્ચાઈઓ પર લઈ ગઈ છે. ખૂબજ નિષ્ઠાપૂર્વક ૧૫૦ જેટલી બહેનો શિબિરમાં જોડાઈ છે. અને ૧૦ દિવસ સુધી વિકાસના અનેક કામો હાથ ધરશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન નાનાવડાળા ગામ સરપંચ કિશોરભાઈ રાંકએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય સેવા યોજનાનો સ્પેશ્યલ કેમ્પ અમારા ગામમાં અત્યાર સુધીમાં ચાર વખત થઈ ચૂકયો છે. શિબિર દરમિયાન બેટી બચાવો, વ્યસન મૂકિતા સ્વચ્છતા જેવા અનેક કાર્યક્રમો થાય છે. શિબિરાર્થી બહેનોને પણ ઘણુ બધુ શિખવા મળે છે. ગામડુ કેવું હોય તેની સંસ્કૃતિ કેવી, ગામડાના લોકો કઈ રીતે રહે છે. શિક્ષણ કઈ રીતે મેળવે છે. વગેરે આવા અનેક સંકલ્પો શિબિરાર્થી બહેનો ગામની વચ્ચે રહી સિધ્ધ કરે છે. ૭ દિવસ બાદ બહેનોને ગામડુ છોડી જવું ગમતુ નથી.
અબતક સાથેની વાતચીત દરમિયાન શિબિરાર્થી બહેનોએ જણાવ્યું હતુ કે અમે એન.એસ.એસ. કેમ્પમાં નાનાવડાળા ગામ ખાતે આવ્યા છીએ જેમાં અમે ૧૧૫ જેટલી બહેનો જોડાયા છીએ એન.એસ.એસ. એટલે રાષ્ટ્રીય સેવા યોજના વ્યસન મૂકિતા સ્વચ્છતા, આરોગ્ય કેમ્પ, સહિત અનેક કાર્યક્રમો યોજાશે તા. ૨૫ થી ૩૧ દરમિયાન અનેક વિધ કાર્યક્રમો યોજનાર છે. જેમાં પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહ તથા એક શામ શહીદો કે નામ જરા યાદ કરો કુરબાનીનો કાર્યક્રમ યોજાનાર છે. અમે આ ૭ દિવસ દરમિયાન ગામમા રહીને ઘણું બધું શિખવા મળે છે. અહીયાના લોકો પણ ખૂબ જ પ્રેમાળ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું હતુ કે કણસાગરા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પ છેલ્લા ૪૯ વર્ષથી કરવામાં આવે છે. આ કેમ્પમા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથોસાથ જીવનનિર્વાણ કરે વ્યકિતગત વિકાસ થાય અને વિદ્યાર્થીઓ કોઈપણ કામમાં પાછા ન પડે તે માટે કરવામાં આવતુ હોય છે. આજે નાનાવડાળા ગામે તા.૨૫ થી ૩૧ દરમિયાન કેમ્પ યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં ૧૧૫ જેટલી બહેનોએ ભાગ લીધો છે. અને ૭ દિવસ દરમિયાન અનેક વિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવનવિકાસની સારામાં સારી તાલીમ મેળવશે તેટલું જ નહી સવારનાં ૫ વાગ્યાથી શરૂ કરી રાત્રીનાં ૨ વાગ્યા સુધીના અનેક કાર્યક્રમો હોઈ છે જે અંતર્ગત તેમનામાં લીડર શીપનો સામૂહિક જીવનની તાલીમ મળે છે. અમને ગામ લોકોનો પણ ખૂબજ સારો સહકાર મળે છે.