લાઈટનીંગ સેન્સર દ્વારા 200 કીમી સુધી વીજળીનું ચોકકસ સ્થાન જાણી શકાશે
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજકોટની શ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં ISRO દ્વારા લાઈટનિંગ ડિટેકશન સેન્સર યુનિટ સ્થાપિત કરવામાં આવ્યું છે . ISRO ના ટેકનિકલ વ્યક્તિ પાસેથી મળેલી માહિતી મુજબ સેન્સર 200 કીલોમીટરની અંદર વીજળીનું ચોક્કસ સ્થાન શોધી શકે છે આ નિણાયક ડેટા આવનાર ચોમાસાની સીઝન થી ઉપલબ્ધ થશે .
ISRO અને સરકાર તરફથી એક પ્રાયોગિક સંશોધન પ્રોજેક્ટ છે આવા કેન્દ્રો શરૂઆતમાં દેશમાં 10 વિવિધ સ્થળોએ સ્થાપવામાં આવ્યા છે. આવા સંશોધન કેન્દ્ર યુવાન અને ગતિશીલ એન્જિનિયરોની જિજ્ઞાસા અને સંશોધન રસ ને પ્રોત્સાહિત કરવા તેમજ વધારવામાં મદદરૂપ થશે .
SLTIET કોલેજના ટ્રસ્ટી , પ્રિન્સિપાલ , ફેકલ્ટી , તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે કોલેજના ગ્રીન કેમ્પસમાં આવા અનોખા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે . સમાજ અને રાષ્ટ્રને કંઈક પાછું આપવાની ભાવના સાથે કોલેજ હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ અને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.