વિક્રમ સવંત 2079 નું શુભ આરંભ થઈ ચૂક્યો છે, દિવાળી અને બેસતા વર્ષના તહેવારોની ઉજવણી અને સામાજિક પારિવારિક ઉત્સવ અને રજાઓનો આનંદ લઇ આજથી ભારતીય ધર્મ સંસ્કૃતિની પરંપરા મુજબ લાભ પાંચમના મુહૂર્તે જનજીવન અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ નવા જોમ અને ઉત્સાહથી શરૂ થઈ રહી છે ત્યારે દેશ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિક્રમ સવંત નું વર્ષ 2079 નું સ:વિશેષ મહત્વ રહેશે, વૈશ્વિક અર્થતંત્ર ની સ્થિતિ,કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ ઊભી થયેલી સુસ્ત અર્થતંત્ર ની વિશ્વના નાના-મોટા તમામ દેશોને ભારે અસર વેઠવી પડી છે, ત્યારે ભારત વર્ષ આર્થિક રાજદવારીઅને ઉદ્યોગિક રીતે વિશ્વને અનેક રીતે માર્ગદર્શક બની રહ્યું છે, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
અને પડકારો વચ્ચે પણ આર્થિક વિકાસ દર જાળવવામાં સહિયારા પુરુષાર્થથી દેશના આર્થિક નિષ્ણાતો ને સફળતા મળી છે, અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ ભારતના આર્થિક વિકાસના દ્રષ્ટિકોણની સરાહના કરી રહી છે આ વર્ષ અને લાભ પાંચમનું આ મુહૂર્ત ફ્લદાઈ નીવડે તે માટે દેશના આર્થિક રાજકીય નિષ્ણાતો સરકારના સંચાલકો થી લઈ મારા અને તમારા જેવા દેશના આજના નાગરિકો માટે પણ સાવચેતી સાથે પોતાના કર્મ કર્તવ્ય માં ક્યાંય ચૂક ન રહી જાય તેની જવાબદારી નું વહન કરવાનું આ અવસર છે
ભલે આધુનિક જમાનામાં હવે ડિજિટલ યુગમાં જૂની પરંપરા અને રિવાજો નું મહત્વ રહ્યું નથી પરંતુ શાસ્ત્રોમાં રહેલી તહેવારોની ઉજવણીની ભાવના અને તહેવારોની ઉર્જાથી મનમાં નવા વિચારો ભવિષ્યની આશાઓ અને આવનારા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી આહસ્વૃતી તહેવારો ની ઊર્મિ આપણને ઉર્જા આપે છે… વિક્રમ સવત 2079 ન્યુ વ્યવસાયિક પ્રવૃત્તિઓનો લાભ પાચમથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વર્ષ આપણા માટે અને સમગ્ર ભારત વર્ષ માટે ઉન્નતિ અને સફળતાનો વર્ષ બની રહે તેવી અભ્યર્થના