શો-રૂમનો પ્રારંભ પૂ. અપૂર્વ મુનિ સ્વામીના હસ્તે કરાયો: શો રૂમમાં ઇમીટેશનની વિશાળ રેન્જ ઉપલબ્ધ
રાજકોટની ફેશન પ્રીય જનતા માટે રાજકોટમાં એક અનોખો ઇમીટેશન જવેલરીના શોરૂમ શરુ થયો છે. લાવોસ્કી ઇમીટેશનમાં અવન્વી ડીઝાઇનની જવેલરી છે. જેમાં ઇમીટેશનની વિશાળ રેન્જ રાખવામાં આવી છે. તાજેતરમાં લાવોસ્કી ફેશન જવેલરી એન્ડ એસેસરીઝનો પ્રારંભ અપૂર્વમુની સ્વામીના હસ્તે કરવામાં આવ્યો હતો. અને સ્વામીજીના આર્શિવચન સાથે આજથી લાવોસ્કીનું નવું સોપાન રાજકોટમાં મવડીમાં આવેલ બાપા સિતારામ ચોક ખાતે કરવામાં આવ્યું છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અપૂર્વમુનિ સ્વામીએ મિડીયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જય સ્વામીનારાયણ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આજે મવડી વિસ્તારમાં લાવોસ્કી શો રૂમનો શુભારંભ થયો છે ત્યારે પૂર્ણ પરસોતમ ભગવાન સ્વામીનારાયણ, પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજના શુભ આશિષ સાથે મુકેશભાઇ અને તેના પરિવાર દ્વારા અભિનવ પ્રયોગ આ વિસ્તારના લોકો માટે એક શો રૂમનું ઉદધાટન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાનને પ્રાર્થના સાથે આવનાર દિવસોમાં શો રૂમ ખુબ સારો ચાલે અને લોકોને પોતાની જરુરી વસ્તુ પ્રાપ્ત થઇ શકે. બેઝીક જરુરીયાત થતાં લકઝરી વસ્તુઓ અહીંયાથી મળી શકે. ગુજરાત તથા આખું ભારત પ્રગતિના પંથે છે. ત્યારે સ્ટાર્ટ અપ ઇન્ડીયા દ્વારા આપણા જ લોકો સારા એન્ટરપ્રિન્યોર બને સારું મેન્યુફેકચરીંગ, ટ્રેડીંગ કરે આપણા રાજકોટના લોકો મેન્યુફેકચરીંગ, ટ્રેડીંગ કરે છે તો ડોમેસ્ટ્રીક, ઇન્ટરનેશનલ માર્કેટ કવર કરતી થાય તેવી પ્રાર્થના કરી છે.
દરેક ગ્રાહક ખરીદી કરી ખુશ થઇને જાય તે અમારો મુખ્ય ઉદેશ્ય: મુકેશભાઇ ડાકા
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન લાવોસ્કી ઇમીટેશનના ડિરેકટર મુકેશભાઇ ડાકાએ જણાવ્યું હતું કે હાલમાં સોનાના ભાવ વધુ છે. સામાન્ય લોકોને સોનાની ખરીદી કરવી થોડી મુશ્કેલ બને. અમેઆ શોપાન શરુ કર્યુ તેનો એક જ ઉદેશ્ય છે કે આપણું માર્કેટ વિદેશી બ્રાન્ડોથી ભરેલું છે અમે વિદેશનું માર્કેટ કવર કરવા માટે તેનું માર્કેટ આપણી બ્રાન્ડથી ભરાય તેવા ઉદેશ્યથી પ્રથમ પગલા તરીકે સોપાન શરુ કર્યુ છે. અમારી ટેગ લાઇન છે કમીટેડ ફોર હેપ્પી બાઇગ જેથી કોઇ ગ્રાહક અમારે ત્યાં આવે તો અમે કમીટેડ છીએ કે ખુશ થઇને જ જાય. આ ઇમીટેશન માર્કેટમાં ઇન્ડીયામાં કોઇ એવી બાન્ડ નથી. બધુ વિતાયેલું માર્કેટ છે. પબ્લીકને ટ્રસ્ટેબલ જવેલરી મળે જયાં તેને છોતરાવાનું ન આવે. વિશ્ર્વાસ સાથે તેને વસ્તુ મળી રહે તે માટે શરુ કર્યુ. અમારા પુરા પ્રયત્નો હશે કે દરેકના પ્રસંગ સોનાની જગ્યાએ અમારી જવેલરીથી શોભનિય બન. અમે લાવોસ્કી નામ જ એ માટે રાખ્યું છે કે યુરોપીયન લોકોને ઇન્ડીયન નામથી થોડી ક એલર્જી છે. આપણે રાજેશ એકસ્પોર્ટ શુભ જવેલર્સ વગેરે પરંતુ યુરોપીયન પબ્લીક જનલી એકસેપ્ટ નથી કરતી. યુરોપ અમેરીકન પબ્લીક એકસ્પોટ થાય તેથી આવું નામ રાખ્યું છે. અમે સ્ટોર બનાવ્યો છે જે માટે ઘણી મહેનત કરી છે. આગામી દિવસોમાં ત્રણ સ્ટોર્સ કંપનીના કરવાના છીએ. અત્યારે દરેક વર્ગની પસંદગી જુદી જુદી છે. યુવા વર્ગને વેસ્ટર્ન તથા જેમ જેમ ઉમર વધે તેમ તેનો ટેન્ડ બદલે ઇમીટેશનમાં વેરાયટી વધુ આવે છે. વેસ્ટ બંગાળ માં અમારી ત્રણ બ્રાન્ચ છે. અમને એવું લાગ્યું કે વેસ્ટ બંગાળમાં જે પ્રતિસાદ મળ્યો તો રાજકોટમાં પણ શરુ કરવી જોઇએ તેથી રાજકોટમાં શરુ કર્યો.