જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંન્વયે લાભાર્થીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો, લાખોટા કોઠા મ્યુઝિયમ લોકાર્પણ તથા ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલ આજીવિકા દિવસનો ઉજવણી કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીના વરદ્ હસ્તે આજે જામનગરમાં રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ તેમજ મુખ્ય અતિથિવિશેષ તરીકે જામનગર જિલ્લાના મંત્રી અને પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ અતિથિવિશેષ તરીકે સંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વલ્લભભાઈ ધારવિયા તથા પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
આવતીકાલે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં અઢાર કરોડના ખર્ચે તૈયાર થનાર લાખોટા કોઠા મ્યુઝિયમ લોકાર્પણ સાંજે ૬ થી ૭ દરમિયાન લાખોટા મ્યુઝિયમ, રણમલ તળાવ સ્થળ પર કરવામાં આવશે. ત્યારપછી પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે લાભાર્થીઓનો કોમ્પયુટરાઈઝડ ડ્રો તથા ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલ આજીવિકા દિવસની ઉજવણી સાંજે ૭ થી ૮ દરમિયાન રણમલ તળાવ, ગેઈટ નં. ૧ પાસે, જામનગરમાં કરવામાં આવશે તેમ કમિશનર અને ઈન્ચાર્જ કલેક્ટર આર.બી. બારડ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી બિરેન પાઠક અને મેયર પ્રતિભાબેન કનખરાએ જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,