પરપ્રાંતીયો પરના હુમલા ગુજરાતની શાંતિપ્રિય પ્રજામાં ભય અને આતંકનું વાતાવરણ ઉભુ કરવાનું ષડયંત્ર છે
ગુજરાત રાજયનાં વિવિધ વિસ્તારોમાં ઉતર ભારતીયો પર થઈ રહેલ હુમલા કેટલાક તત્વોના બદ ઈરાદાઓ અને સુનિયોજન ષડયંત્રના ભાગપ હોવાનું માલુમ પડે છે. ગુનાહિત માનસ ધરાવતા કેટલાક તત્વો પોતાના બદઈરાદા દ્વારા ગુજરાતની શાંતિપ્રિય પ્રજામાં ભય અને આતંકનું વાતાવરણ પેદા કરી પોતાનો મલીન ઈરાદો સફળ કરવામાં કોઈ અકળ કારણોસર જે પ્રયાસો કરી રહ્યા છે તે વખોડવા અને નિંદનીય પ્રયાસ છે. જેનો વલસાડનાં ઉતર ભારતીય સમાજનાં લોકો આપ લોક સાથે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. ભારતના બંધારણે બક્ષેલા બંધારણીય અધિકારોનું અમલ કરી કેટલાક ગુનાહિત માનસ ધરાવતા, તત્વો પર કાનુની કાર્યવાહી કરી સખતમાં સખત કાર્યવાહી કરી વહિવટ તંત્ર અને પોલીસ તંત્ર પોતાની ફરજ નિષ્પક્ષ અને ન્યાય રીતે બજાવવા વિનંતી છે. દાયકાઓથી ગુજરાતનાં વિકાસમાં તમામ પ્રકારના સિંહ ફાળો આપનારા ઉતર ભારતીય લોકોને કાયદાકીય રક્ષણ મળી રહે તેવો અનુરોધ છે. કોઈપણ સમાજનો વ્યકિત ગુનો આચરતો હોય તો તેવી વ્યકિતનો ઉતર ભારતીય સમાજ વિરોધ કરે છે. તેમજ તેવા વ્યકિતઓ પર કાયદાકીય જોગવાઈ મુજબ જરી પગલા લેવા જોઈએ પણ કેટલાક તત્વો જાણી બુઝીને ઉતર ભારતીય સમાજના લોકોના પોતાના બદ ઈરાદો સાધવા સમગ્ર ઉતર ભારતીયને બદનામ કરવાને જે પ્રયાસ થઈ રહ્યો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ઉતર ભારતીય સમાજ વિકાસના પંથે અગ્રેસર રહેશે.