ટેક્સ ચોરી અને કાળા નાણા કડક પર થવા માટે મોદી સરકાર સતત નવી-નવી પદ્ધતિઓનો અપનાવી રહી છે હવે તેના માટે સરકાર સોશ્યલ મીડિયાનો સહારો લેવાની છે. આ નવા કામ માટે સિસ્ટમ તૈયાર કરવાની જવાબદારી લાર્સેન એન્ડ ટબ્રોને મળી છે. કંપનીએ તેને 650 કરોડ રૂપિયાનો પ્રોજક્ટ કહ્યો છે. તેની સાથે જ જણાવ્યુ છે કે કેવી રીતે તે સિસ્ટમ તૈયાર કરશે અને તે કેવી રીતે કાર્ય કરશે.
કેન્દ્ર સરકાર નોટબંધી પછીથી ટેક્સ ચોરી અને કાળા નાણાંને છુપાવીને રાખનારાઓ સામે પગલાં લેશે. અને તેણે કહ્યું છે કે તે હવે સોશ્યલ મીડિયા પર પણ ધ્યાન રાખશે. સરકારી યોજના અનુસાર ફેસબુક, ટ્વિટર અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોંઘી ગાડી, ઘડિયાળ અથવા અન્ય કોઈ પણ વસ્તુનો ફોટો મુકવા માં આવશે, તો આઈ-ટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેના પર નજર રાખવામાં આવશે. જેમ કે જો તમારી મોંઘી વસ્તુઓ તમારા આવકના સ્રોતો સાથે મેળ નથી ખાતી, તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
એલએન્ડટી ઇન્ફોટેકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સંજય જલોનાએ કેન્દ્રીય બોર્ડ (સીબીડીટી) પાસે થી મળેલ આ પ્રોજેક્ટને ‘મોટી ડિજિટલ ડીલ’ તરીકે ઓળખાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારની આ યોજનાના અમલીકરણ માટે ‘સિમેન્ટિક વેબ’ સિસ્ટમ તૈયાર કરવી પડશે. આ બધા વેબ પેજને શ્રેણીબદ્ધ કરશે, જેમાંથી કમ્પ્યુટર્સ તેને સરળતાથી શોધી શકે.
જલોનાએ કહ્યું કે અમે દરેક વ્યક્તિનો સિસ્ટમેંટિક વેબ બનાવી રહ્યા છીએ. તેના દ્વારા આ સિસ્ટમ દરેક વ્યક્તિ અને તેની સાથે જોડાયેલ લોકો પર નજર રાખી શકે. તેમણે ઉદાહરણ આપ્યુ છે કે જો કોઈ એક વ્યક્તિની પત્ની સેશેલ્સ ફરવા જાય અને સોશ્યલ મીડિયા પર ફોટા અપલોડ કરી રહી છે, તો અમારી સિસ્ટમ તેને સરળતાથી કેપ્ચર કરી સકશે.