ગૌરી પૂજાનું પાંચ દિવસીય આયોજન કરેલ છે. આ વ્રત દરમિયાન નાની-નાની કુમારિકાઓ સુંદર શણગાર સજી પાંચ દિવસ સુધી મોળવ્રત રાખી નિમકનો ત્યાગ કરશે અને ભાવિ સાસરિયાની કલ્પનામાં ગોરમાંની પૂજા-અર્ચના કરશે. શાળા દ્વારા આયોજીત ગૌરી પૂજનમાં ધોરણ ૧ ી ૫માં અભ્યાસ કરતી બાળાઓ ભક્તિભાવ પૂર્વક ભાગ લઇ રહી છે. આ માટે શાળાના પટાંગણમાં જ શાોક્ત અને વેદોક્ત પ્રક્રિયા અનુસાર પૂજા અર્ચના ઇ શકે તે હેતુી માટીના ગોરમાં તમામ પ્રકારનો પૂજાપો અને શાી કક્ષાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ પૂજા કરાવવામાં આવી છે.
આ તકે મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા અને કૃષ્ણકાંતભાઇ ધોળકિયાએ ગૌરીપૂજનની ઉજવણીમાં ભાગ લેતી અને ગૌરી વ્રત કરનાર બાળાઓને આશિર્વાદ આપ્યા હતાં.