બુર્ખો પહેરવો એ ધર્મ અને પરંપરાનાં આધારે રહેલું છે ત્યારે ક્યારે આ બુર્ખાના કારણે એવું પણ બને કે નિયમોનું પાલન નથી થતુ અને આ વસ્તુ ખાસ તો એરપોર્ટ પર ઇમિગ્રેશન સમયે ઓળખ સાબિત કરવાં સમયે નડી જાય તો જેવા આવ્યા તેવું જ પાછુ નિકળવાનો વારો આવે છે. જી.. હા આવી જ ઘટનાં કુવૈતી નાગરીકોએ ઇમીગ્રેશન સમયે પોતાની ઓળખ બતાવાથી ઇનકાર કર્યો હતો. ઘટના અનુસાર એવું બન્યું હતું કે જ્યારે ઇમીગ્રેશનનો વારો આવ્યો ત્યારે કુવૈતી મહિલાઓએ બુર્ખો હટાવી પોતાની ઓળખ બતાવવાનો ઇનકાર કર્યો અને તેનુ મુખ્ય કારણ તેની સાથે આવેલા પુરુષે તે મહિલાઓને બુર્ખો હટાવવાની મનાઇ ફરમાવી હતી. અને એમાં પણ એ જનામ નશાની હાલતમાં હોવાથી ઇમીગ્રેશન ફોર્મ ભરવાની પણ ના પાડી હતી ત્યારે અધિકારીઓ દ્વારા તેને સમજાવવામાં આવ્યો હતો ત્યાર બાદ જ્યારે કુવૈતી મહિલાઓએ બુર્ખો હટાવવા માટે ઇનકાર કરી ડ્રામા ક્રિએટ કર્યો ત્યારે એરપોર્ટ પર પોલીસને બોલાવનો વારો આવ્યો હતો. અને અંતે તે તમામ કુવૈતી નાગરિકોને એરપોર્ટથી જ પાછા દુબઇ જવાનો વારો આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.