પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા યોજના હાલ પૂર જોશમાં ચાલી રહી છે. ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા માટે ગઈ કાલે નાણાં મંત્રી દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી. જયારે આજે રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને બનતું ‘પંચાયત ઘર’નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આજે 28 જૂનના સોમવારે રાજકોટ જિલ્લાના કુવાડવા ગામમાં 18 લાખના ખર્ચે નવા “પંચાયત ઘર”નુ ભૂમિ પૂજન જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરના હસ્તે કરવામાં આવ્યું. જેમાં દરેક આધુનિક સુવિધાઓ (ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને) તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને બાંધકામ કરવામાં આવનાર છે.
આ નવા બિલ્ડિગથી ગ્રામ પંચાયત લોકોને વધુ સારી માળખાકીય સુવિધાઓ આપી શકશે . આ ઉપરાંત પાંચ લાખના ખર્ચે નવા બનેલ “પ્રાર્થના હોલ”નું લોકાર્પણ પ્રમુખ ભુપત બોદરના હસ્તે કરવામાં આવ્યું. આ સુંદર પ્રાર્થના હોલ માનનીય સંસદસભ્ય મોહન કુંડારીયાની અનુસૂચિત જાતિ વિસ્તારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમોમાં રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળવિકાસ વિભાગના ચેરમેન સુમીતા રાજેશભાઈ ચાવડા, સભ્ય પ્રવિણા સંજયભાઈ રંગાણી(કુવાડવા), રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ કાકડિયા, કુવાડવા ગામ સરપંચ સંજય પીપળીયા, ઉપસરપંચ સુરેશ ઢોલરીયા, ગઢકા ગામના સરપંચ કેયુર ઢોલરીયા, મંડળી પ્રમુખ ભરત કાકડિયા, પૂર્વ સરપંચ રમેશ ઢોલરીયા, ચના રામાણી, રમેશ સોઢા, કરશન વાઘેલા, રફીક ઘોણીયા, કેશુ રીબડીયા,ભરત ગોહેલ, નટુ વ્યાસ, બાબુ ગોહેલ, મુકેશ કાકડિયા, આશિષ સોમમાણેક, દિગુભા ડોડીયા, રમેશ કાકડિયા, રમેશ ઢોલરીયા તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.