સાબુ, સેમ્પુ, ક્રિમ, લોશન, હેર ઓઈલ, સીરમ, કંડિશનર સહિતની ગુણવતાયુકત કોસ્મેટીક થતા ફાર્મા ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં અવ્વલ

સરદાર પટેલ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં બાયો હેલ્થ કેર નામે ઉદ્યોગ ચાલુ કર્યા બાદ ૯૦ ટકા મહિલાઓને આપી રોજગારી

વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં કાળમાં લોકોને સુરક્ષિત રાખવા ઈથેનોલયુકત સેનીટાઈઝરનું યુદ્ધનાં ધોરણે નિર્માણ કરનાર કુવાડવા સ્થિત કચ્છ શોપ્સ કંપનીએ ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં મંગલપ્રવેશ કર્યો છે. કચ્છ શોપ્સ કંપનીની સ્થાપના ૧૯૯૦માં થયેલી હતી અને તે છેલ્લે કુવાડવામાં ૨૫ વર્ષથી કાર્યરત છે. હાલ કંપની ૧૦ થી ૧૨ જેટલા પરીવારને રોજીરોટી આપી રહ્યું છે ત્યારે ઉચ્ચ ગુણવતાની કોસ્મેટીક તથા ફાર્મા એકસટર્નલ પ્રિપેરેશન જેવા કે સાબુ, સેમ્પુ, ક્રિમ, લોશન, હેર ઓઈલ, સીરમ, કંડિશનર જેવી પ્રોડકટો બનાવવામાં આવે છે. સમયનાં તાલમેલ સાથે ખુબ જ સુંદર અને અતિઆધુનિક યંત્રોથી સજજ લેબોરેટરીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે લેબોરેટરી સૌરાષ્ટ્રમાં અન્ય કોઈ કંપનીમાં જોઈ શકાતું નથી.

ભારતની દરેક દિશાએ ગ્રાહકોને ઉચ્ચ કવોલીટીનાં માલ-સામાન સાથે સુસજજ બનાવ્યું છે સાથોસાથ સમાજ સેવા માટે પણ એક ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે. કચ્છ શોપ્સનાં મનોજભાઈ ઠકકર અને અમરભાઈ ઠકકરે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવતાં કહ્યું હતું કે, કંપનીએ ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે પરંતુ સમયની સાથે તાલ મિલાવી જે વિકાસ કરવામાં આવ્યો છે તેમાં સહેજ પણ મીનમેક નથી. ગુજરાતમાં અત્યારે હાલ ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા કોસ્મેટીકસનું ઉત્પાદન કરનાર ઉત્પાદકો રહેલા છે જેમાંથી ફકત કચ્છ શોપ્સનાં મનોજભાઈ અને અમરભાઈ કોસ્મેટીક અંગેની માસ્ટર ડિગ્રી મેળવી નત નવીન પ્રોડકટો બનાવી રહ્યા છે અને તેને સફળતા પણ મળી રહી છે. હાલ કચ્છ શોપ્સ અંદાજે ૪૫૦થી પણ વધુ પ્રોડકટો બનાવે છે અને ગુણવતામાં પણ સહેજ પણ બાંધછોડ કરવામાં આવતી નથી. વિશ્ર્વની કોઈપણ કોસ્મેટીક કંપનીઓ આટલી વિશાળ પ્રોડકટ રેન્જ હજી સુધી બનાવી શકી નથી.

સતત પ્રગતિનાં રસ્તે ચાલનાર કચ્છ શોપ્સે તેનું બીજુ યુનિટ વાંકાનેર રોડ પર આવેલા ખેરવા ગામે સરદાર પટેલ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં બાયોહેલ્થકેર નામે કંપનીની સ્થાપના કરી છે જેમાં ૯૦ ટકા જેટલી સ્ત્રીઓ કંપનીને ચલાવી રહી છે. કચ્છ શોપ્સ દ્વારા સ્ત્રી સશકિતકરણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.