ગુજરાતની વિધવા પીડિતાને એનજીઓ મીટીંગના નામે દિલ્હી બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની દિલ્હી પોલીસમાં થઈ હતી ફરિયાદ
જાતીય સતામણી અને ચાઈલ્ડ રેપ જેવી ઘટનાઓ સમાજ માટે દુષણ સમાન છે. જયારે આ પ્રકારની ઘટનાઓ માટે સરકાર કડક પગલા ભરી રહી છે. આમ છતાં કેટલીક માનસીકતાઓને કારણે સમાજમાં આ પ્રકારના દુષણો વધી રહ્યાં છે. કેટલાક રેપ કેસોમાં તો સમાજના વલણોને કારણે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવતી નથી.
કચ્છના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આજે વર્તમાનમાં ભાજપના આગેવાન છબીલદાસ પટેલની જાતિય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતની એક વિધવા પીડિતાનું દિલ્હીમાં જાતીય શોષણ કરવાનો કેસ દિલ્હી પોલીસમાં નોંધાયો હતો જેની દિલ્હી પોલીસે ગઈકાલે છબીલદાસની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી.
બળાત્કાર પીડિતા વિધવા મહિલા છે તેને પોતાની દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ૨૦૧૭માં એક સામાજિક કાર્યક્રમમાં છબીલ પટેલને મળી હતી જેમાં છબીલ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પોતાની આવકના ૨૦ ટકા વિધવાઓના ઉત્થાન માટે દાનમાં આપે છે. તેઓએ જણાવ્યું હતું કે તે મહિલાઓને એનજીઓ બનાવવામાં મદદરૂપ થશે.
એનજીઓની બિઝનેશ મીટીંગ જેના બહાને છબીલ પટેલે પીડિતાને દિલ્હી બોલાવી હતી. જયાં તેને ચામાં કેફી પદાર્થ પીવડાવીને બેહોશ કરીને દ્વારકા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે છબીલ પટેલે પીડિતાના નગ્ન ફોટા પાડી લઈને વારંવાર ધમકી આપતા હતા કે તેઓ આ ફોટાને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેશે તો પીડિતા તેનું કહ્યું નહીં માને તો અનેક પ્રસંગોપાત છબીલ પટેલે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી પણ આપી હતી તેમ એફઆઈઆરમાં જણાવ્યું હતું.
છબીલ પટેલ દિલ્હીથી ગુજરાત ભાગીને આવી ચુકયો હતો. જેના વિરોધમાં પીડિત મહિલાએ લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, પીડિતાને બે ફોન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ૧૦મી નવેમ્બરના રોજ પોલીસની ટીમે છબીલદાસની ધરપકડ અમદાવાદના સોલા વિસ્તારમાંથી કરી હતી.
પોલીસે આ પૂર્વ છબીલદાસ પટેલના ઘરે દરોડા પાડયા હતા. પરંતુ પટેલે તે દરમિયાન નાસી છૂટવામાં સફળ થયો હતો. અમદાવાદ પોલીસે ત્યારબાદ ચપળતાપૂર્વક પટેલની ધરપકડ કરી હતી. છબીલદાસે પીડિતા પાસેથીએનજીઓના નામે રૂ.૭ લાખ પણ પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું.