• રાજવી પરિવાર પાસે હસ્તાંતરિત ‘ચાડવા રખાલ’ને રૂ.10 કરોડના ખર્ચે હેણોતરા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.34.56 કરોડના કુલ 7 કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.89.21 કરોડના 9 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.1ર3 કરોડથી વધુના કુલ 16 વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી.

કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશા સમર્પિત છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ ગ્રીન એનર્જી પાર્કનું કચ્છમાં નિર્માણ થવા જઈ રહ્યું છે  ધોરડોને બેસ્ટ ટૂરીઝમ વિલેજ તરીકે જાહેર કરી પ્રવાસન ક્ષેત્રે કચ્છ જિલ્લાએ એક નવું સીમાંકન હાંસલ કર્યું છે. કેન્દ્ર સરકારે બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટે મંજૂરી આપતા હવે અહીંનું બન્ની ગ્રાસ લેન્ડ વૈશ્વિક ફલક પર જાણીતું બનશે તો સાથે સાથે કચ્છ સહિત રાજ્યના પ્રવાસનને પણ વેગ મળશે. એક સમયે કચ્છમાં પાણીની સમસ્યા પડકારરૂપ હતી ત્યારે વિકાસની રાહે સતત આગળ વધતી સરકારે એ પડકારને પ્રસાદમાં બદલી નાખ્યો છે.

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીના સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ પામેલું ક્રાંતિતીર્થ આવનારા દિવસોમાં દેશદાઝનું કેન્દ્રબિંદુ બનશે.

આ કાર્યક્રમમાં ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા લિખિત શ્યામજી કૃષ્ણવર્માના સંસ્મરણો સાથે જોડાયેલા ’ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઈન લંડન’ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ કર્યું હતું. કચ્છ જિલ્લા સંગઠન, સરપંચઓ અને જિલ્લા વહીવટીતંત્ર, જીએમડીસી દ્વારા વિવિધ ભેટ આપીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર  અમિત અરોરાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરીને કચ્છને વિવિધ વિકાસ કામોની ભેટ આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.34.56 કરોડના કુલ 7 કામોનું ઇ-ખાતમૂહુર્ત કરીને કચ્છવાસીઓને ભેટ આપી હતી.

કચ્છના રાજવીઓએ ચાડવા રખાલનું આજ સુધી સંરક્ષણ કર્યુ છે: માંધાતાસિંંહ

આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર “ચાડવા રખાલ”ને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો હતો. 5 હજાર હેક્ટર વિસ્તારને મુખ્યમંત્રીની હાજરીમાં સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, કચ્છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના દાખવીને વન સંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારને સંરક્ષિત કર્યો હતો. કચ્છના રાજવીઓએ આજદિન સુધી આ વિસ્તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેમ જણાવીને રાજવી માંધાતા સિંહે ઉમેર્યું હતું કે, આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાડવા રખાલ વિસ્તાર ગુજરાત સરકારને હસ્તાંતરિત કરતા રાજ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. વડાપ્રધાનના વિઝન અને મુખ્યમંત્રીની દીર્ઘદ્રષ્ટિથી આ વિસ્તારને વધુ સંરક્ષણ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ રાજ પરિવારે વ્યક્ત કર્યો હતો.

કચ્છના રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા અને  કૃતાર્થસિંહ જાડેજા, મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા વિસ્તારના હસ્તાંતરણ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.