વિશ્વ હિન્દુ પરિષદનું આહવાન: હમીરસર સરોવર ખાતે કાલે સાંજે હવન બાદ મહાઆરતી, હવન અને ભવ્ય આતશબાજીના કાર્યક્રમો
કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સમગ્ર ભારત દેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી એ પાવન સમયને દિવાળી જેવી ખુશી મનાવવા સમગ્ર ક્ચ્છના નાગરિકોને આહવાન કરવા હેતુ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી જેમાં દેવજી મયાત્રાએ કહ્યું હતું કે ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ હેતુ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ ૧૯૮૪માં પ્રથમ આંદોલન થયું અને તેના પ્રત્યાઘાત રૂપે ૧૯૮૬માં રામ મંદિરના તાળા ખોલીને દર્શનની પરવાનગી આપવામાં આવી અને વર્ષ ૨૦૧૮ માં દેશભરમાં પાંચસો જેટલા આંદોલનો થયાં તેનાં ઊંડા પ્રત્યાઘાતો પડતા આખરે ૪૯૨ વર્ષ બાદ રામ જન્મ ભૂમી પર રામ મંદિર નિર્માણ કરવાની સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી ત્યારે આ સમય નજીક આવતાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.૫ ઓગસ્ટના દિવસે બપોરના ૧૨:૧૫ અને ૩૪ સેક્ધડના સમયે પ્રથમ ખીલી પૂજન કરવામાં આવશે ત્યારે મહાદેવ વીરા એ કહ્યું હતું કે આ પ્રસંગે હાલ કોરોના જેવી મહામારી પ્રવર્તમાન છે તેને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભુજ શહેરના રામધૂન હમીરસરોવર ખાતે આગામી તા.૫ ઓગસ્ટના સાંજે ૬ વાગ્યે હવન બાદ મહાઆરતી યોજવામાં આવશે અને મીઠાઈ વિતરણ સાથે આતશબાજી કરીને દિવાળી પર્વની સમાન ઉજવણી કરવામાં આવે અને સાથે સમગ્ર કચ્છના દરેક ઘરોમાં દીવા પ્રગટાવી આ ભગીરથ કાર્યની ઉજવણીમાં ભાવવિભોર બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું અને એજ દિવસે આદિપુર શહેરના પંચમુખા હનુમાન મંદિર ખાતે સાંજે ૭ વાગ્યે આજ રીતે ભવ્ય કાર્યક્રમો યોજાશે તેવું કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું આ પત્રકાર પરિષદમાં કૃષ્ણકાંત પંડ્યા,દેવજી મયાત્રા,ચેતન ઠાકર,મહાદેવ વીરા,ભાવેશ પરમાર, કે.ડી.જાડેજા,કેતન સોની,કીર્તિભાઈ જાટીયા, જયુભાઈ ભાટિયા હાજર રહ્યાં હતાં.