- ટિપ્પણી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ
- વૈમનષ્ય ફેલાય તેવું કૃત્ય કરાયા હોવાના આગેવાનોએ લગાવ્યા આક્ષેપ
- FIRની નોંધ લઈને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
કચ્છ ખાતે મુહમ્મદ પયગંબર વિષે ધસાતુ લખાયેલી પોસ્ટ મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ અણછાજતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં બે સમુદાયો વચ્ચે વૈમનષ્ય ફેલાય તેવું કૃત્ય કરાયો હોવાનો આરોપ આગેવાનોએ લગાવ્યો હતો. સાથે ટિપ્પણી કરનાર શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
કચ્છ મુસ્લિમ યુવા ગ્રુપના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો તથા લોકોએ એકઠા થઇ આ ધટનાનો ભારે વિરોધ કર્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે હાલમાં આયોજન પુર્વક આવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે. ગાંધીધામ અને કોડકીની ધટનાને ટાંકીને કરાયેલા આ વિરોધમાં ઇસ્લામ ધર્મના પયગંબર મુહમ્મદ મુસ્તફા (સલલ્લાહું અલયહી વસલ્લમ) પર અણછાજતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં બે સમુદાયો વચ્ચે વૈમનષ્ય ફેલાય તેવું કૃત્ય કરાયો હોવાનો આરોપ આગેવાનોએ લગાવ્યો હતો.
સાથે ટિપ્પણી કરનાર શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. આવેદનપત્ર આપી 30 દિવસમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે ચિમકી પણ અપાઇ હતી. ગાંધીધામમાં હરીસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ કૃત્યને ગંભીર ગણી કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ભુજ તાલુકાના કોડકી ગામના વિદેશમાં બેસીને પોસ્ટ કરનાર વિમલ રબારીના તમામ સોશિયલ એકાઉન્ટ બ્લોક કરવામાં આવે તેમજ સમાજ દ્વારા કરવામાં આવેલ FIR ની નોંધ લઈને તાત્કાલિક અસરથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ દ્વારા અપાયેલા આવેદનપત્ર સાથે જો ૩૦ દિવસમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રેલી સ્વરૂપે ભુજથી ગાંધીધામ SP કચેરી સુધી “તિરંગા યાત્રા” દ્વારા ધરણાં કરવામાં આવશે.