રાજયના ત્રિકોણાકારે આવેલા ત્રણ વિસ્તારોમાં ચાર આંચકાઓએ ત્રિકોણાકારે ફોલ્ટ લાઇનો સક્રિય થઇ હોય આગામી દિવસોમાં ભૂકંપના ભારે આંચકાઓ આવવાની ભૂકંપશાસ્ત્રીઓની ચેતવણી
જોકે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો.સંતોષકુમારના મત મુજબ આ ભુકંપના આંચકા આફટરશોક સમાન હોય મોટા આંચકા આવવાની સંભાવના નહિવત પરંતુ સક્રિય થયેલી ત્રિકોણીય ફોલ્ટલાઇનને અવગણી શકાય નહીં
ગઇકાલે એક દિવસમાં કચ્છ, સુરેન્દ્રનગર અને ઉનામાં આવેલા ભુકંપના નાના આચકાઓએ ફરી સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓને ધ્રુજાવી દીધા છે. રાજયના ત્રણ ખુણાઓમાં આવેલા ભૂકંપની ત્રિકોણાકારે ફોલ્ટ લાઇનો સક્રિય થઇ હોવાના કારણે આગામી દિવસોમાં ભારે ભૂકંપ આવવાની સંભાવના વ્યકત થઇ રહી છે. સામાન્ય રીતે ઠંડી વધતા જ ભૂકંપના આચંકા નાના-મોટા આંચકા આવતા હોય છે પરંતુ ત્રિકોણકારે ત્રણેય ફોલ્ટ લાઇનો સક્રિય થતા વર્ષ ૨૦૦૧ કરતા પણ વિનાશક ભૂકંપ આવવાની સંભાવનાઓ સિસ્મોલોજી વિભાગના નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.
ગઇકાલે રવિવારના દિવસે સાત કલાકમાં રાજયના કચ્છમાં ભચાઉ, સુરેન્દ્રનગર અને ઉના પાસે ભૂકંપના ચાર નાના આંચકાઓ નોંધાયા હતો. જેમાં પહેલો કચ્છના ભચાઉ પાસે આઠ કી.મી. દુરના એપી સેન્ટરમાં ૧.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જયારે બીજો આંચકો સૌરાષ્ટ્રના ઉનાથી ૩૮ કી.મી. દુર એપી સેન્ટરના ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્રીજો આંચકો કચ્છના ભચાઉ પાસે ૨.૨ ની તીવ્રતાનો ભૂકંપ જયારે ચોથો આંચકો બપોરે ૧.૩૭ કલાકે સુરેન્દ્રનગરની ૩૧ કીમી એપી સેન્ટર માંથી ૨.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
જેથી અલગ અલગ સ્થળે ભૂકંપના આચંકાઓ નોંધાતા રાજયમાં ત્રિકોણકારે આવેલા ત્રણેય સ્થાનો પર ભૂકંપની ફોલ્ટ લાઇનો સક્રિય બની હોવાનો મત ભૂકંપશાસ્ત્રીઓએ વ્યકત કર્યો હતો. ભૂકંપની ફોલ્ટ લાઇન એટલે જમીનની નીચે આવેલા બે અલગ અલગ સ્તરો વચ્ચે વીક ઝોન બને છે તેમાં કોઇ કારણોસર ઉર્જા ઉત્પન્ન થાય અને આ ઉર્જા બહાર આવે ત્યારે ભૂકંપના આંચકાઓ સહીતની કુદરતી આફતો આવે છે કચ્છનું રણ અને જુનાગઢના ગીરનાર પર્વનનું પણ દાયકાઓ પહેલા આવેલી આવી કુદરતી આફતોના કારણે નિર્માણ થવા પામ્યું છે.
રાજયના કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહીતના જીલ્લાઓ ભૂકંપની શકયતા વાળા વિસ્તારોમાં આવે છે. વર્ષ ૨૦૦૧ માં કચ્છમાં આવેલા ભૂકંપમાં કચ્છમાં ભારે તારાજી વેરાય હતી. જેની અસર સૌરાષ્ટ્રભરમાં થવા પામી હતી. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર વગેરે ના જીલ્લા વિસ્તારોમાં પણ તેની મોટી વિનાશક અસરો થઇ હતી. જયારે, ઉના તાલાલાના ગીર પંથકમાં પણ સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ આવતા રહે છે. પરંતુ, ગઇકાલે એક દિવસમાં ભૂકંપ સંભવિત ત્રણે વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા સૌરાષ્ટ્ર-કચ્છ વાસીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
કુદરતી આફતો આવે છે કચ્છનું રણ અને જુનાગઢનો ગીરનાર પર્વતનું પણ દાયકાઓ પહેલા આવેલી આવી કુદરતી આફતોના કારણે નિર્માણ થવા પામ્યું છે.
રાજયના કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહીતના જીલ્લાઓ ભૂકંપની શકયતાવાળા વિસ્તારોમાં આવે છે. વર્ષ ૨૦૦૧ માં કચ્છમાં આવેલા ભૂકંપમાં કચ્છમાં ભારે તારાજી વેરાય હતી. જેની અસર સૌરાષ્ટ્રભરમાં થવા પામી હતી. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર વગેરે ના જીલ્લા વિસ્તારોમાં પણ તેની મોટી વિનાશક અસરો થઇ હતી. જયારે, ઉના તાલાલાના ગીર પંથકમાં પણ સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ આવતા રહે છે. પરંતુ ગઇકાલે એક દિવસમાં ભૂકંપ સંભવિત ત્રણે વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા સૌરાષ્ટ્ર કચ્છવાસીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે.