કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા માંડવી તાલુકાના મસ્કા દૂધ મંડળી માં દૂધ ભરાવતા સભાસદ શ્રી પરેશભાઈ હીરાલાલ મોતા ની ગાયમાં 24-09-2023 ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું.\


સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ ના નેતૃત્વમાં સરહદ ડેરી તેમજ NDDB ના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ જેમાં 29-06-2024 ના તંદુરસ્ત વાછરડી જન્મેલ છે. તેમજ સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૦ ગાય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી ૫ વાછરડી અને ૧ વાછરડાનો જન્મ થયેલ છે.

આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેનશ્રી અને સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)થી જે વાછરડી જન્મ થયો છે તેથી ઓછા પશુ માં વધુ દૂધ ઉત્પાદન કરવા ના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકો ને પશુ માવજત પાછળ થતા વધારા ના ખર્ચ માંથી મુક્તિ મળશે જેથી પશુપાલકો ને વધુ નફો થશે.
રિપોર્ટર :ભારતી માખીજાણી અંજાર