કચ્છ જિલ્લામાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો ઘુસાડવાની પ્રેરવી કરી રહ્યાની કચ્છ સરહદ રેપીડ રિસ્પોન્સ સેલ આઈ.જી. પિયુષ પટેલને મળેલી માહિતીના આધારે સ્ટાફને સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે સેલના ફોજદાર એ.એસ.રબારી અને કોન્સ્ટેબલ જગદીશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
ત્યારે મળેલી બાતમીનાં આધારે કચ્છ જિલ્લાની ભાગોળે પાટણના શિહોરી નજીક પૂરપાટ ઝડપે આવતા જી.જે. ૧૨ એક્ષ ૨૨૯૯ નંબરનાં ડમ્પરને અટકાવતાનો પ્રયાસ કરતા ચાલક ડમ્પર લઈને નાશી જતા સ્ટાફે ફિલ્મી ઢબે ડમ્પરને પીછો કરતા ચલક અને કલીનર ડમ્પર મૂકી નાશી જતા સ્ટાફે ડમ્પરમાંથી અલગ અલગ બ્રાંડની રૂ.૨૭.૨૧ લાખની કિમંતની ૧૩૭૮૮ બોટલ દારૂ અને ડમ્પર મળી રૂ.૩૭.૨૧ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા ડમ્પરના ચાલક અને કલીનરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com