કચ્છ: નવરાત્રીને લઈ ગાંધીધામ પોલીસ તેમની વ્યવસ્થા સાથે સજ્જ છે ત્યારે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવરાત્રીને લઇ ગાંધીધામ એ, બી ડીવીઝન, અંજાર, આદિપુર, મહિલા, કંડલા તેમજ દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારી,કર્મચારીઓની અલગ-અલગ 10 ટીમો બનાવી, 1 PI, 10 PSI, 100 પોલીસ કર્મચારીઓ સાથે તા.28/9 ના રોજ સાંજે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.વી.એકટની કલમ 207 મુજબ 100 વાહન ડીટેઈન અને 210 એન.સી કેસ કરી 1,02,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ એમ.વી.એકટ 185નાં 3 કેસ, બી.એન.એસ 223 1 તેમજ 1 પ્રોહિ. કેસ કરવામાં આવ્યા હતા.

ત્યારે આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ,અંજાર તથા અંજારના પીઆઇ એ આર ગોહિલ અને પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. આ સાથે નવરાત્રીને લઇ કોઈ પણ અણબનાવ ન બને તે માટે સંપૂર્ણ તૈયારીઓ સજ્જ કરવામાં આવી છે. તેવી ખાત્રી પણ શહેરવાસીઓને પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.