- પ્રવીણ તોગડીયાએ ભૂજના સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે પહોચ્યા
- આવનાર દિવસોમાં યોજાનાર મહાકુંભ વિશે આપી માહિતી
- મહાકુંભમાં 30થી 40 કરોડ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ
Kutch: પ્રવીણ તોગડીયા કચ્છની મુલાકાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે ભુજના સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. તેમજ આવનારા દિવસોમાં યોજાનાર મહાકુંભ વિષે માહિતી આપી હતી. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં 30થી 40 કરોડ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિવિધ સેવાઓ પૂરી પડવાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 15 સ્થળોએ રસોડા શરૂ કરાશે અને દોઢ મહિના દરમિયાન સવા કરોડ લોકોને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ એક લાખ જેટલા ધાબળાની વ્યવસ્થા પણ કકરવામાં આવશે. 12 ડિસેમ્બરથી કુંભ માટે મફત સેવાનો લાભ લેવા માટે બુકિંગ શરૂ થઈ જશે.
અનુસાર માહિતી મુજબ, કચ્છ ભૂજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા સાથે સાથે આવનાર દિવસોમાં મહાકુંભ વિશે માહિતી આપી હતી. તોગડિયાએ કહ્યું હતું કે, 14 જાન્યુઆરીથી પ્રયાગ મહાકુંભની શરૂઆત થશે. તેમજ આ મહાકુંભમાં 30થી 40 કરોડ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ સેવાઓ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 15 સ્થળોએ રસોડા શરૂ કરવામાં આવશે અને દોઢ મહિના દરમિયાન સવા કરોડ લોકોને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેમાં દરરોજ 35 થી 40 હજાર લોકોને ભોજન લેશે. આ દરમિયાન એક લાખ જેટલા ધાબળાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ 12 ડિસેમ્બરથી કુંભ માટે મફત સેવાનો લાભ લેવા માટે બુકિંગ શરૂ થઈ જશે.
અહેવાલ : નવીનગીરી ગોસ્વામી