‘અબતક’ ની ટીમ દ્વારા કુરન ગામની લેવાય મુલાકાત
ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આદર્શ ગ્રામ યોજના તળે ભુજ તાલુકામાં આવેલું અને ભારતની સરહદનું અંતિમ અને પછાત ગામ કુરન દત્તક લીધું છે સાંસદ ના કાર્યકાળમાં અહીં કેવા વિકાસકાર્યો થયા છે અને હજી ક્યા વિકાસકામોની અહીં જરૂરિયાત છે તે જાણવા અબતક મીડિયાની ટીમે કુરન ગામની મુલાકાત લીધી હતી….
ભુજ તાલુકામાં આવેલા કુરન ગામની વસ્તી ૧૬૦૦ ની છે.આ ગામ બોર્ડરને અડીને આવેલું છે અહીંથી પાકિસ્તાન ૩૦ કિમિ અને જિલ્લા મથક ભુજ ૧૦૦ કિમિ દૂર આવેલું છે આ ગામમાં કોઈ અધિકારીઓ કે પ્રજાના શાસકો ફરકતા પણ ન હતા જ્યારથી સાંસદ વિનોદ ચાવડાએ આ ગામને દત્તક લીધું ત્યારથી અહીં અધિકારીઓ પણ ફરકતા થઈ ગયા છે જેથી ગ્રામજનોના અટવાયેલા પ્રશ્નનો પણ નિકાલ થવા લાગ્યો છે.પહેલા આ ગામમાં કાચા રસ્તા હતા.પાણીની સગવડ, શિક્ષણની સુવિધાઓ , પ્રાથમિક સુવિધાઓ હતી નહિ બાદમાં સાંસદે ગામને દત્તક લઈને પાંચ કરોડ ની ફાળવણી કરી હતી જેમાંથી ૩ કરોડનો ખર્ચ થઈ ગયો છે તો ૩૦ – ૩૫ વહીવટી કામોને મંજૂરી મળી છે જેમાંથી ૧૦ કામ પૂર્ણ થઈ ગયા છે હાલે ગામમાં ઇન્ટરલોક , સીસી રોડ , હાઈસ્કૂલની ખૂટતી કડીઓ , સાર્વજનિક પુસ્તકાલય ,પ્રાથમિક સુવિધાઓ સંતોષાઈ છે.
કુરન ગામને દત્તક લીધા બાદ આ ગામ વિકાસના પંથે ચડી ગયું છે પણ હજી ગામમાં ખૂટતી કડીઓ છે જેમાં મુખ્ય છે પાણીની સમસ્યા ગામના લોકોનો ચાર – પાંચ દિવસે પાણી મળે છે જે મુખ્ય સમસ્યા છે સરહદના અંતિમ એવા ગામમાં પ્રાથમિક સુવિધાઓ સંતોષાઈ છે પણ પાણીની યોગ્ય સુવિધા નથી ગામમાં દૈનિક પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.