- કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ’માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો હતો.
- ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર ઝુલેલાલ મંદિર તીર્થક્ષેત્રમાં રામકથા પ્રારંભ થયો છે. મોરારિબાપુનાં વ્યાસાસને સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે રામકથા પ્રારંભ થયો છે.
મોરારિબાપુએ રામકથા પ્રારંભ કરાવતાં સૌ પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરી કચ્છની વિશેષ અને આ તીર્થની પવિત્ર ધરતી પર વધુ એક કથા અંગે રાજીપો જણાવ્યો અને પ્રારંભિક મંગલાચરણ સાથે રામકથા ’માનસ કોટેશ્વર’ ગાન પ્રારંભ કરાયું. ઈશ્વર, બ્રહ્મ, પરમ વગેરે તત્વ શું છે? તે આ કથામાં ગાન વર્ણનમાં શિવજીનાં સંકેતનો ઉલ્લેખ કર્યો અને કથા મહાત્મ્ય જણાવ્યું.
ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે કથા પ્રારંભે કથા મનોરથી પ્રવીણભાઈ તન્નાએ આવકાર સાથે પ્રસન્નતા વ્યક્ત કરી. સંતો મહંતોએ પણ પ્રાસંગિક વાત કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ.
મોરારિબાપુએ કચ્છમાં વધુ કથાઓ કર્યાનો ઉલ્લેખ કરી ’કચ્છડો બારે માસ’ ઉલ્લેખ કરી આ ભૂમિ પ્રત્યે વંદના ભાવ જણાવ્યો અને કથાનાં પ્રારંભિક સંચાલનમાં સૂર્યશંકર ગોર રહ્યાં. આયોજન સમિતિનાં સભ્યો અને સ્વયંસેવકો દ્વારા સુંદર સંકલન થયું છે.
રામકથામાં એક પ્રશ્ન સંદર્ભે યુવાનો માટે પંચાયતરૂપ પાંચ સૂત્ર આપતાં મોરારિબાપુએ દેહ સેવા એટલે શરીર સાચવવા, દેવ સેવા વડીલો સહિત પ્રત્યે ભાવ રાખવા, દેશ સેવા એટલે રાષ્ટ્ર પ્રત્યે જાગૃત રહેવા, દીન સેવા એટલે ગરીબો પ્રત્યે સદ્ભાવ રાખવા અને દિલ સેવા એટલે સંસ્કાર સાથે પ્રેમભાવ કેળવવા શીખ આપી. કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા ’માનસ કોટેશ્વર’ મનોરથી પ્રવીણભાઈ તન્ના પરિવાર સાથે કથા આયોજનમાં અગ્રણી કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં છે. મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ લાભ લઈ રહ્યાં છે.
દિલ્હી રેલવે સ્ટેશન પર માર્યા ગયેલાઓને પૂ.મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
રાજધાની દિલ્હીથી ગઈકાલે શનિવારે રાત્રે દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 13, 14, 15 પર કુંભમાં જવા માટે બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર 18 લોકોના કચડાઈ જવાને કારણે કરુણ મૃત્યુ થયા છે. આ આઘાતજનક ઘટનામાં માર્યા ગયા છે તેમાં 14 બહેનો તેમજ ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. પૂજ્ય બાપુની રામકથા કચ્છના કોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે કોટેશ્વરની વ્યાસપીઠેથી ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારની સાંતવના રાશી અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના મનોરથી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.