અરજી સુનીને માં આવતી તી રે…

 

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ખોબા જેવડા બાળામાં ચારણ કુટુંબમાં 12મી ડીસેમ્બર 1967માં  સામતબાપુ ભીંડાના ઘરે જન્મેલા આ અસલ અને સહજ સ્વભાવના ગાયક એટલે દેવરાજ ગઢવી (નાનો ડેરો) નો આજે જન્મ દિવસ છે. તેઓ તેમની જીવન યાત્રાના પપ વર્ષ પૂર્ણ કરી 56 વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. માત્ર ધોરણ ચાર અભ્યાસ કરી ને માત્ર 1ર વર્ષની ઉમરે પિતા પાસેથી ભજનનો વારસો સંભાળ્યો હતો. અને તેમના ભજનનો પ્રથમ પુરસ્કાર માત્ર 250 રૂપિયા મળ્યો હતો. પિતાની સાથે કચ્છી અને ગુજરાતીમાં રામ સાગર પર ભજન ગાતા આ ગાયકે દેશમાં વિદેશમાં અનેક કાર્યક્રમો આપી અને કચ્છને ગૌરવવંતુ બનાવ્યું છે. એમની સુરીલા ગાયકી અજોડ છે કોઇ સીંગતના કલાસ કે શીખ્યા વિના પણ સારા સારા વિશારદ પણ વિચારતા કરી દે છે. જેમને સાંભળીને એવા આ ગાયકે બોલીવુડના ગાયકોને પોતાની ગાયકીથી આકષીર્ત કર્યા છે. પોતાની સુઝબુઝથી અનેક ગીતો ને લોકોના મગજ એક અનેરી છાપ છોડી દે છે. અને આ કચ્છના કોહિનુર સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. દેવરાજ ગઢવીએ 2006માં ‘યુ હોતા તોહ કયા હોતા’ ગીતમાં  પોતાનો અવાજ આપ્યો હતો. ગુજરાત ફિલ્મ કેશરીયામાં પોતાનો સૌથી પ્રચલીત કચ્છી આચો પખીથી પરદેશીડા ગાયું હતુ.

દેવરાજ ગઢવીને ગુજરાતનો લોકસંગીત ક્ષેત્ર ‘નોબલ છોરૂ’ એવોર્ડ 2018માં એનાયત કરવામાં આવેલ હતો. રાજય સ્તરનો ફિલ્મી એકિસલેશન એવોર્ડ ગુજરાતી જે ગુજરાતી ટુરીઝમ તિહાઇ સંસ્થાના દ્વારા તેમને 44 વર્ષની સફળ કારકીર્દી કચ્છ કોહીનુરના એવોર્ડથી નવાજમાં આવ્યા છે. દેહરાદુન ઇન્ટરનેશલન ફેસ્ટીવલમાં કચ્છી લોક સાંસ્કૃતિ સંગીત તેમજ ગુજરાતી લોકસંગીતના ફેસ્ટીવલમાં આગવી ગાયઇથી પ્રભાવીત થઇ સામત ધરારનું બિરૂદ મળ્યું.  દેવરાજ ગઢવી પર માતાજીની અસીમ કૃપા વરસથી હોય તેમ ભગુડા મોગલ ધામમાં જ્યારે મોગલ ના ભજન ગાવાનું શરૂ કર્યું ત્યારે રાત્રે સારા ત્રણ વાગે જાણે કે માતાજીનો સાક્ષાત્કાર થયો હોય તેમ કાળીચકલી આવી જાણે કે સંગીત નિહાળ્યું હોય તેમ કાળીચકલી ભજનમાં બેઠી હતી ભગુડા મેળાની આ ઘટનાએ માય ભક્તોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી. દેવરાજભાઈ ગઢવી કચ્છીની સાથે સાથે સિંધી ભાષાના ભજનના અનોખા કસ્બી છે.

કચ્છ જીલ્લાના અનેક સંસ્થાઓ દ્વારા દેવરાત ગઢવીન તેમની આગવછી કલા સંગીત માટે સન્માનીત કરવામાં આવ્યા છે. તેમના જન્મદિવસે સવારેથી સગા-સ્નેહી તેમજ મિત્રવર્તુળ અને રાજકીય આગેવાનોની સાથે સાથે ‘અબતક’ પણ શુભેચ્છા પાઠવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.