“અંબુશ દળ” ઓપરેશનને વધુ એક સફડતા: 10 માછીમારીની બોટ પણ કબ્જે: સર્ચ ઓપરેશન શરૂ
કચ્છના હરામીનાળામાંથી ઘુસણખોરી કરતા પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને બીએસએફના જવાનોએ વધુ એકવાર નિષ્ફળ બનાવ્યો છે. વહેલી સવારે “અંબુશ દળ” ઓપરેશન હેઠળ જવાનોએ ભારતમાં ઘુસણખોરી કરતા ચાર પાકિસ્તાનીઓને 10 માછીમારીની બોટ સાથે દબોચી લીધા હતા.
કચ્છના સરહદી હરામીનાળા વિસ્તારમાં બીએસએફએ ચાર પાકિસ્તાની માછીમારો સાથે 10 બોટ ઝડપી તમામની પુછપરછ હાથ ધરી છે. હરામીનાળા વિસ્તારના પિલર નંબર 1165 અને 1166 વચ્ચેના ક્ષેત્રમાં ટીમે બોટ ઝડપી પાડી છે. વિશેષ અંબુશ દળના જવાનોએ આ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડયા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઘુસણખોરોને ઝડપી પાડયા હતા. જેમાં ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરો સામે જવાનોએ આક્રમક કાર્યવાહી કરી હતી અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ વહેલી સવારે પણ બીએસએફના જવાનોએ મોટી સફડતાં મળી હતી.કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે વિવિધ એજન્સીઓએ માછીમારોની પુછપરછ પણ હાથ ધરી હતી. એજન્સીઓએ માછીમારો પાસેથી લોકેશન અને અન્ય બાબતો અંગે પુછપરછ કરી હતી. તેમજ ઘટનાનું રીક્ટ્રકશન પણ કર્યું હતું.