પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા.નીશાબેનને કરેમિ ભંતે- દીક્ષા મંત્ર આપ્યો અને મુમુક્ષુ બન્યા નૂતન દીક્ષિત પૂ.નિત્યદીક્ષાકુમારીજી મહાસતિજી
વડી દીક્ષા 29 એપ્રિલે કચ્છના કપાયા સંઘ ખાતે યોજાશે
કચ્છ માનવ મંદિર તીર્થધામ ખાતે રવિવાર તા.16/4/2023 ના રોજ મુમુક્ષુ નીશાબેન પૂનમચંદ લુંકડનો ભવ્યાતિભવ્ય રીતે સંયમ મહોત્સવ સંપન્ન થયો.સંયમ મહોત્સવ માનવ મંદિરના પ્રણેતા પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી સ્વામીને નાગેન્દુ – લઘુ પરિવારના વડેરા પ.પૂ.શ્રી નવીનચંદ્રજી સ્વામીની આજ્ઞાથી મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતાએ નાગેન્દુ – લઘુ પરિવારના કાર્યવાહક તરીકે પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા.ને ઘોષિત કર્યા..વડીલ ગુરુ ભગવંત પૂ.નવીનચંદ્રજી મ.સા.નમસ્કાર મહા મંત્રનું સમૂહમાં સ્મરણ કરાવી સંયમ મહોત્સવનો શુભારંભ કરાવેલ.સુમધુર કંઠે ભાવનાબેન વોરાએ સ્વાગત ગીત પ્રસ્તુત કરેલ.કચ્છ આઠ કોટિ મોટી પક્ષ મહા સંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતાએ વૈરાગી મુમુક્ષુ નીશાબેનને સન્માન પત્ર અર્પણ કરેલ.માંડવી સંઘ પ્રમુખ તથા માનવ મંદિર સંકુલના નવ નિયુકત ટ્રસ્ટી ભાવિનભાઈ સંઘવીએ અભિવાદન – શુભેચ્છા પત્રનું વાંચન કરેલ.
માનવ મંદિરના પ્રણેતા પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સાહેબે મનનીય પ્રવચનમાં જણાવ્યું કે રત્ન કુક્ષિણી માતુશ્રી પવનદેવી તથા ધર્મ પરાયણ પિતા પૂનમચંદભાઈની વહાલસોયી સુપુત્રી નિશાબેન છેલ્લા પાંચ વર્ષથી સાધ્વી રત્ના પૂ.વીરમણીજી મ.સ.આદિ મહાસતિજીઓના પાવન સાનિધ્યમાં જ્ઞાનાભ્યાસ કરતા હતા.પૂ.ગુરુદેવ નવીનચંદ્રજી મ.સાહેબે નીશાબેનને નમસ્કાર સૂત્રનું શ્રવણ કરાવેલ.ક્ષેત્ર વિશુધ્ધી સાહિત્ય પ્રેમી પૂ.સુરેશમુનિજી મ.સાહેબે કરાવેલ.પૂજ્ય ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સાહેબે રજોહરણ,ગુચ્છો,જ્ઞાન પોથી,સંથારીયું,આસન,પાત્રા વગેરે ઉપકરણોનું મહત્વ અદ્દભૂત રીતે સમજાવી દરેક ઉપકરણો મુમુક્ષુ આત્માને અર્પણ કરેલ.રવિવારે બપોરે 3:27 કલાકે પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સાહેબે દેવોને પણ દૂર્લભ એવો દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવતા જ હજારો ભાવિકોએ નૂતન દીક્ષિત આત્માનો જય જયકાર કરેલ.
નૂતન દીક્ષિતનું નામ પૂ.નિત્યદીક્ષાકુમારીજી મ.સા.જાહેર કરવામાં આવેલ.કચ્છ આઠ કોટિ મોટી પક્ષમાં 108 માં ક્રમે નૂતન દીક્ષિતને ઉદ્દઘોષિત કરવામાં આવેલ છે.અત્રે નોંધનીય છે કે પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સાહેબે પોતાના શ્રીમુખેથી માત્ર એક વર્ષમાં ચાર – ચાર આત્માઓને દીક્ષાના મહા દાન આપેલ છે.માનવ મંદિર તીર્થધામ ખાતે આ છઠ્ઠો સંયમ મહોત્સવ ઉજવાયો. વડી દીક્ષા 29/4/2023 શનિવારના રોજ કપાયા સંઘ (કચ્છ) ખાતે યોજાશે.પૂ.ગુરુદેવ નવીનચંદ્રજી મ.સા., પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા.આદિ 9 સંતો તથા સાધ્વી વડેરા પૂ.જયાબાઈ મ.સ.સહિત 50 થી વધારે પૂ.મહાસતિજીઓ અજરામર સંપ્રદાય તથા મૂર્તિપૂજક અચલ ગચ્છના પૂ.સાધ્વીજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ.
કચ્છ આઠ કોટિ મોટી પક્ષ મહા સંઘના વિનોદભાઈ મહેતા,સર્વોદય ટ્રસ્ટ (બિદડા) ચેરમેન વિજયભાઈ છેડા,જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા સહિત માંડવી,ભૂજ,ભચાઉ, અમદાવાદ, મુંબઈના અનેક ભાવિકો ઉપસ્થિત રહી સંયમ માર્ગની અનુમોદના કરેલ. સંયમ મહોત્સવનું રસાળ શૈલીમાં સુંદર સૂત્ર સંચાલન જયેશભાઈ વિસરીયા (સુરત)એ કરેલ તેમ મનોજ ડેલીવાળાની યાદીમાં જણાવાયું છે.