• લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે યોજી બેઠક
  • આરોગ્ય મંત્રીએ રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું

Kutch: જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી.

Screenshot 1 7

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ‌ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તત્કાલીન પગલાઓ વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, આરોગ્ય મંત્રીએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ વિશે ખ્યાલ મેળવીને વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા તે તમામ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી.

Screenshot 2 4

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જિજ્ઞા ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય મંત્રીને પ્રવર્તમાન આરોગ્યની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.