ધોકા વડે ઓફિસના કાચ તોડી રૂ.3 હજારની લૂંટ ચલાવી નાશી જતા નોંધાતો ગુનો
કચ્છના રાપરમાં રહેતા પિતા પુત્રને બેંક પાસબુક પ્રિન્ટ કરવા બાબતે પાંચ શખસોએ ધોકા પાઇપ વડે માર મારી તેની ઓફિસમાં તોડફોડ કરી યુવકના રૂપિયા 3000 ની લૂંટ ચલાવી ભાગી જતાં તેને પોલીસ ફરિયાદ કરતા ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.
મળતી વિગતો અનુસાર રાપરના અયોધ્યાપુરી દરજી સમાજની વાડી પાસે રહેતા તીર્થરાજસિંહ પ્રવેશી જાડેજા નામનો યુવક તેના ઘર પાસે આવેલ બેંક ઓફ બરોડાનુ બેંક કોપોરેટ પોઇન્ટ ચલાવે છે ને ત્યાં નજીકમાં જ તેના પિતા ઝેરોક્ષની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે.ત્યારે એમને ત્યાર ગંભીર સિંહ વાઘેલા નામનો શખ્સ પાસબુક પ્રિન્ટ કરવા માટે આવ્યો હતો.ત્યારે ફરિયાદીએ તેમની પાસેથી આધાર કાર્ડ માગતા તે ઝગડો કરી જતો રહ્યો હતો.એની થોડા સમય બાદ તેની સાથે હેતુભા વાઘેલા, સુર્યદીપ વાઘેલા,હાર્દિક વાઘેલા અને શકિત વાઘેલાને સાથે લાવ્યો હતો.અને તેના પર ધોકા વડે હુમલો કરી માર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી બાદ તેને બચવા તેના પિતા દોડીને આવ્યા હતા.ત્યારે આરોપીઓએ તેના પર હુમલો કરી માર મારી યુવકની ઓફિસમાં તોડફોડ કરી હતી.અને તેના રૂ.3 હજારની લૂંટ કરી ત્યાંથી ભાગી જતાં તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.