- નકલીનો સિલસિલો યથાવત
- કચ્છમાં નકલી ED ની ટીમ ઝડપાઈ
- પૂર્વ કચ્છ LCB દ્વારા ભુજ, કચ્છ, અમદાવાદથી ED ના નામે છેતરપીંડી કરતી ગેંગના 8 આરોપીઓની ધરપકડ
- પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજ, અમદાવાદથી EDના નામે તોડ કરતી ટોળકીને પકડી, ગાંધીધામમાં EDને નામે લોકોને લૂંટયા હોવાની આશંકા
Kutch : ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે તેણે આજ રોજ પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજ, કચ્છ, અમદાવાદથી EDના નામે તોડ કરતી ટોળકીને પકડી ઝડપાઈ હતી. તેમજ ED ના નામે છેતરપીંડી કરતી ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. નકલી PMOના અધિકારી, જજ, વકીલ,પોલીસ, ટીચર, આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ED કાર્યરત હોવાનું પૂર્વ કચ્છ પોલીસના ધ્યાનમાં આવતા તેમાં સંડોવાયેલા અમદાવાદના બે વ્યક્તિ, ભુજમાંથી એક તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને આઠથી વધુ લોકોને ઉપાડવામાં આવ્યા હોવાનું સૂત્રોના જણાવ્યા મુજબ બહાર આવ્યું છે.
અનુસાર માહિતી મુજબ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ વચ્ચે વધુ આવી જ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. ત્યારે આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે EDની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને લૂંટી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં આઠથી વધુ લોકોને ઝડપી લીધા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ રહી છે.
ભુજ, અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી નકલી EDના અધિકારીઓ બનીને ફરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે, EDના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે.
આ ઉપરાંત નકલી PMOના અધિકારી, જજ, વકીલ,પોલીસ, ટીચર, આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ED કાર્યરત હોવાનું પૂર્વ કચ્છ પોલીસના ધ્યાનમાં આવતા તેમાં સંડોવાયેલા અમદાવાદના બે વ્યક્તિ, ભુજમાંથી એક તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને આઠથી વધુ લોકોને ઉપાડવામાં આવ્યા હોવાનું સૂત્રોના જણાવ્યા મુજબ બહાર આવ્યું છે.
અહેવાલ : ભારતી માખીજાણી