Kutch:  ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો  આંચકો અનુભવાયો છે. સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ સાથે કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.

કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિ.મી. દૂર નોંધાયું છે. તેમજ 2 મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે કરછમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારે લોકો સૂઈ રહ્યા હતા તે દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.

3 21

10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. તેમાં ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી.

વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો.

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5 માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. તેમજ મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. 4-4 ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.