• જખૌ પાસેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા
  • BSFના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન મળ્યુ ડ્રગ્સ
  • જખૌના દરિયા કિનારાથી 5 કિમી દૂર મળી આવ્યા પેકેટ

Kutch ના જખૌ નજીકના દૂરના ટાપુ પરથી શંકાસ્પદ એવા માદક દ્રવ્યોના 10 પેકેટ મળી આવતા ફરી ખળભળાટ મચી ગયો છે. ત્યારે મળી આવેલા સંદિગ્ધ માદક દ્રવ્યોના પેકેટનું વજન લગભગ 12.40 કિલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે  દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓ પરથી બિનવારસી માદક દ્રવ્યો ઝડપાતા સર્વિસ એજન્સીઓ વધુ સક્રિય બની છે.

જખૌ કિનારે અલગ-અલગ ટાપુઓમાં BSFના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ માદક દ્રવ્યોના કુલ 272 પેકેટો મળી આવ્યા હતા.

POLICE 2

BSFના જવાનોએ જખૌ કોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા છે. જ્યારે નવી ઈન્ટેલિજન્સ યુનિટ, MTF અને IBની ટીમને જખૌ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધુ 10 જેટલા ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.

અગાઉ 18મી જૂનની મોડી રાતે 2 જુદા-જુદા નિર્જન બેટ પરથી પેટ્રોલિંગ દરમિયાન અન્ય 23 જેટલા ચરસના પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આજ વિસ્તારમાંથી અવારનવાર નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.