અત્યાધુનિક સારવાર પૂરી પાડવાના સતત પ્રયાસમાં ડૉક્ટરોની ટીમે ડૉ. અંકુર અગ્રવાલ અને ડૉ. સુનિલ બોબડેની આગેવાની હેઠળ તાજેતરમાં “કોરોનરીIVL આસીસ્ટેડ એન્જીયોપ્લાસ્ટીના 2 કેસ કર્યા.દર્દીઓના હૃદયની રક્ત વાહિનીઓમાં ગંભીર પ્રકારનું બ્લોકેજ હતું જેને “કેલ્શિયમ કેલ્શિફિકેશન” કહેવાય છે,જેમાં નિયમિત રીતે થતી એન્જીયોપ્લાસ્ટી જોખમી અને મુશ્કેલ હતી શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર. લિથોટ્રિપ્સી (IVL) સિસ્ટમ એ એક ટ્યુબ જેવું ઉપકરણ છે,જેમાં લિથોટ્રિપ્સી ઉત્સર્જક હોય છે, જે હૃદયના લોહીના પ્રવાહને અવરોધતા કેલ્શિયમ કેલ્શિફિકેશન ને તોડી શકે છે.
આ કેથેટરનો ઉપયોગ હ્રદયની નળીમાં સ્ટેન્ટ મુક્તા પહેલા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ કોરોનરી ધમનીઓ જે કેલ્સિફિકેશનને કારણે સાંકડી અથવા અવરોધિત છે, તેને ખોલવા માટે કરવામાં આવે છે. આ પદ્ધતિ થી થતા બધાજ ઓપરેશનો કોઇ પણ પ્રકારના ચીર – ફાડ વગર અત્રે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, ગાંધીધામ ખાતે આત્યાધુનિકટેકનોલોજી નો ઉપયોગ કરી ને સમ્પૂર્ણ પાર પાડવામાં આવે છે.
આ પ્રકારના હ્રદયના જટિલ બ્લોકેજની સારવાર પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત છે પરંતુ તે કચ્છમાં પ્રથમ વખત કરવામાં આવી છે. આ પ્રક્રિયા ને કોઈપણ અડચણો વિના યોગ્ય સંમતિ સાથે સંપન્ન કરવામાં આવી હતી.એન્જીયોપ્લાસ્ટી અને પેસમેકરના નિયમિત કેસો ઉપરાંત IVUS (ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ) ઇમેજિંગ પણ શરૂ કર્યુ છે જે એક કેથેટર ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા છે જેનો ઉપયોગ કોરોનરી ધમનીની અંદરના ભાગને જોવા માટે થાય છે, જે વાસ્તવિક સમયનો દૃશ્ય પ્રદાન કરે છે.
આ પ્રકારની સારવાર માટે કચ્છના લોકો ને મોટે ભાગે અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતું પણ સ્ટર્લિંગ રામ કૃષ્ણ સ્પેશ્યલિટી હોસ્પિટલના ડોક્ટર્સની પહેલ ના કારણે હવે આ પ્રકારની જટિલ સારવાર હવે કચ્છમાં પણ ઉપલબ્ધ થશે.સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, ગાંધીધામના સેન્ટર હેડ શ્રી રાજ કડેચાએ જણાવ્યું હતુ કે દર્દીઓની સારવાર સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હૉસ્પિટલ માટે સર્વોપરી જવાબદારી રહી છે.આ પ્રતિબદ્ધતાને આવા કપરા સમયમાં પણ પૂરી પાડવા માટે અમેં સદૈવ સજ્જ છીએ. અત્રે સમબંધિત સમસ્યા ના દર્દીઓની સારવાર ખૂબ અનુભવી અને નિષ્ણાત કાર્ડિઓલોજીસ્ટ તથા તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક ઉપલબ્ધ છે.