Kutch: જિલ્લા ગામ વિકાસ સમિતિના મોભી શ્રી અરવિંદભાઈ જોશી ની અપીલને માન આપીને મુંબઈ સ્થિત અગ્રણી ચંદ્રકાંત મોતાના પ્રયત્નોને કારણે ત્રણ દિવ્યાંગો માટે વ્હીલચેર દાનમાં મળી હતી. જેમાં બે વ્હીલચેરના દાતા શાંતિદેવી દોશી કુકરેજા એ 301 ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ તરફથી તથા એક વ્હીલચેરના દાતા હેમાંગીની વ્યાસ કુકરેજા, એ 701 ઘાટકોપર (ઇસ્ટ) દ્વારા આપવામાં આવી હતી.
સથવારા વાસ માંડવીના રોહિત મુકેશ કોલીને વ્હીલચેર વિતરણ કરવાનું આયોજન શ્રી જયન્ત ખત્રી પ્રાથમિક શાળા માંડવી ખાતે આજરોજ કરવામાં આવેલ હતું. જેમાં શાળાના આચાર્ય રિતેશગર ગુસાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું. ગામ વિકાસ સમિતિના નીતિન ચાવડાએ છેલ્લા 30 વર્ષથી તમામ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરતા સમિતિના અરવિંદ જોશી, ચંદ્રકાંત મોતા, દિનેશ છેડા, સલીમ ચાકી, અશ્વિન ચંદનની ઉમદા ભાવના અને સહયોગની માહિતી આપેલ હતી. જરૂરિયાત મંદોને વ્હીલચેર, ટ્રાઇસિકલ, સિલાઈ મશીન, નોટબુકો વગેરે છેલ્લા ત્રણ દાયકાથી આપવામાં આવે છે. આપણા જિલ્લાની તમામ બોર્ડર પર સૈનિકોની સુવિધા માટે બાંકડા, વોટર કુલર, વૃક્ષો માટે ના પાંજરા વગેરે અનેક વસ્તુઓ દાતાશ્રીઓ ના સહયોગથી આપવામાં આવેલ છે.
માંડવીના અનેક પોલીસ સ્ટેશનમાં ઠંડા પાણીના કુલર્સ આપવામાં આવેલ છે. K.C.R.C. અંધજન મંડળ ભુજના સંકલનમાં રહીને દિવ્યાંગો માટે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડોક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષકો આર કે ગુસાઇ, એલ. જે. પરમાર, રમેશભાઈ જોશી, અલ્પાબેન સોની એ આયોજનમાં સહયોગ આપ્યો હતો. આ સાથે ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ કૈલાશ ઓઝા એ પ્રાસંગિક પ્રવચન આપી સૌનો આભાર માન્યો હતો.
રમેશભાઈ ભાનુશાલી