કચ્છ જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સંજય મોતા 78 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતા પંચાયતી કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ છે.
એસીબીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કલાર્ક સંજય મોતાએ એક તળાવની કામગીરીના બીલના ચૂકવણામાં કમિશન પેટે 78 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
આ અંગે એસીબી ડીવાયએસપી કે.એચ.ગોહિલને માહિતી મળ્યા બાદ અરજદારનો સંપર્ક કરી જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં મોતા 78 હજાર રૂપિયા સ્વિકારતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.યોગાનુયોગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આજે જ મોતા સહિત ત્રણ કર્મચારીની પંચાયતની અન્ય શાખાઓમાં આંતરિક બદલીનો લેખીત હુકમ જારી કર્યો હતો. મોતાને સિંચાઈમાંથી મેલેરીયા શાખામાં મુકવામાં આવ્યો હતો. એસીબીની ટ્રેપથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ભય ફેલાઈ ગયો છે.