કચ્છના લોકો ખુબ જ પ્રેમાળ અને સકારાત્મક છે: પ્રણવ જોશી
ડાયરેકટર ડીડીઓ તરીકે મૂકાયેલા જોશીની શ્રેષ્ઠ કામગીરીને લઇ બઢતી મળ્યાની ચર્ચા
કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી આઈ. એ. એસ. પ્રભવ જોષીની બુધવારે કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખરીદીની સારી કામગીરીને ધ્યાને લઈ ગાંધીનગરમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. જોશીએ લોકડાઉન અને કોરોનાના સમયગાળામાં નમુનેદાર કામગીરી કરી હતી. જો કે, તેમની એકાએક બદલી થતા બદલીનો મુદો ચર્ચાસ્પદ બન્યો છે. જોશીના સૃથાને અન્ય કોઈ અધિકારીની નિમણુંક કરાઈ નાથી. જો કે, ટુંક જ સમયમાં નવા અધિકારીની નિમણુંકનો આદેશ થશે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારના જાહેર વહીવટ વિભાગ દ્વારા બે આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો કરાયા હતા. જેમાં મધ્યાહન ભોજન વિભાગના કમિશનર એમ.એ. પંડ્યાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે. તો કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીની ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ગાંધીનગર ખાતે મુકાયા છે. જ્યારે તેમની જગ્યાએ હજુ સુધી કોઈ નવા અધિકારીની સરકાર સ્તરેથી નિમણૂંક કરવામાં આવી નથી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતું કે, કચ્છમાં અઢી વર્ષ સુધી લોકોની સેવા કરવાનું સદભાગ્ય મળ્યુંજ્યારે હવે ગાંધીનગર ખાતે બદલી થઈ છે. ત્યારે કચ્છમાં કરેલી કામગીરી કાયમી યાદ રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં કહ્યું હતું કે, કચ્છના લોકો ખુબ જ પ્રેમાણ અને દરેક બાબતોમાં સહકાર આપનાર છે, તેથી અઢી વર્ષની કામગીરી દરમિયાન ઘણુબધુ શિખવા પણ મળ્યું છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી નોંધપાત્ર રહી છે. આ ઉપરાંત અન્ય વહીવટી બાબતોમાં પણ તેમણે જે તે શાખાના અધિકારીઓ સાથે સંકલન સાંધીને કચ્છના હિતમાં કામગીરી કરી હોવાનો સંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો. ખાસ તો ખેતીવાડી ક્ષેત્રે ઓનલાઈન વેબસાઈટની કામગીરી કરાઈ છે જે ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી અને યાદગાર ગણાવી હતી.