કચ્છ ઈતિહાસ પરિષદનું મુખ્યપત્ર કચ્છ સાંસ્કૃતિક પત્રિકાનો અંક 6 સંસ્થાનો 31મો સ્થાપના દિન વિશેષાંકનું વિમોચન સંસ્થાના પ્રમુખ સાવજસિંહજી વી.જાડેજાના શુભ હસ્તે કરવામાં આવેલ હતુ. આપ્રસંગે કચ્છ ઈતિહાસ પરિષદના ઉપપ્રમુખ શંભુભાઈ જોષી, મહામંત્રી પ્રમોદભાઈ જેઠી, સહમંત્રી પ્રવિણભાઈ ભદ્રા, અને કનૈયાલાલ અબોટી તથા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આવિમોચન વિધિમાં મર્યાદિત સભ્યો હાજર રહ્યા હતા. કચ્છ ઈતિહાસ પરિષદ સંસ્થાની સ્થાપના 14-1-1991ના રોજ થઈ છે જેને 30 વષ પુરા થઈ 31માં વર્ષમાં પ્રવેશ થયેલ છે. આ પ્રસંગે ઉજવણીનાં ભાગરૂપે સંસ્થાનો વિશેષાંક બહાર પાડેલ છે. જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓ અધિવેશનો, જ્ઞાન શિબિરો, સંશોધન પ્રવાસો વિશે વિગતવાર માહિતી આપેલ છે આ માહિતી એકઠી કરવામાં ઉપપ્રમુખ શંભુભાઈ જોષી, તથા મહામંત્રી પ્રમોદભાઈ જેઠીએ જહેમત ઉઠાવેલ છે. જે બદલ સંસ્થાના પ્રમુખએ ધન્યવાદ આપેલ હતા.
આ અંક સંસ્થાના આજીવન સભ્યોને વિનામૂલ્યે આપવામાં આવશે જે મેળવવા માટે પ્રમોદ જેઠી પ્રાગમહેલ ભૂજ મો. નં. 9374235379નો સંપર્કરવા પ્રમુખએ અનુરોધ કર્યો છે.