જયાં વાડ જ ચીભડા ગળે…!
એ.એસ.આઇ.ની આવકના પ્રમાણમાં 73.64 ટકા જેટલી રકમનું વધુ રોકાણ
કચ્છ જિલ્લાના સરકારી તંત્રમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયો હોય એવું ચીત્ર સામે આવ્યું છે. પ્રજાની જાન-માલના રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે લોકોમાં ફીટકારની લાગણી વહેતી થાય તે સ્વાભાવીક છે. ભ્રષ્ટાચાર કરી. રાતો રાત કરોડ પતિ બનવાના સવપ્નો સેવતા આવા કર્મચારીઓ પર તંત્રની તવાઇ આવે ત્યારે લોકોના મુખે પણ જયારે વાડ જ ચીભડાં ગળે… જેવા શબ્દો સરી પડે. આવો જ એક કિસ્સો કચ્છના રાપરમાં બનવા પામતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
કચ્છના રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પરિક્ષિતસિંહ પ્રભાતસિંહ જાડેજાએ પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની સબંધે અ.ઈ.ઇ. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.1,22,98,337/- એટલે કે 73.64 % જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતાં, આરોપીએ ચેકપીરીયડના સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર ગુન્હો નોંધી. વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.