જયાં વાડ જ ચીભડાં ગળે…!!
ખોટા બીલો બનાવી સરકારી નાણાને પોતાના નામે ટ્રાન્સફર કરવા સામે સરપંચ સામે રાપર તા.પં. સદસ્યની ડી.ડી.ઓ સમક્ષ રજૂઆત
રાજય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓના વિકાસ માટે અઢળક ગ્રાન્ટની ફાળવણી કરે છે પરંતુ અમુક જગ્યાએ આ ગ્રાન્ટનો ઉપયોગ મામરાઓના વિકાસ માટે થતો હોવાનું જણાતા વિરોધ વંટોળ વચ્ચે ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવે છે. પરંતુ આ બાબતે જો યોગ્ય પગલા લેવામાં ન આવે તો પોલીસ ફરિયાદ અથવા તો અદાલતનો આશરો લેવામાં આવતો હોય છે. આવો જ એક બનાવ કચ્છના રાપર તાલુકામાં બનવા પામતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગેની વિગત પ્રમાણે કચ્છના રાપર તાલુકા પંચાયતના સદસ્ય ભીખાભાઇ અમરાભાઇ ચાવડાએ ભુજ જિલ્લા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરી જણાવ્યું છે કે રાપર તાલુકાના કીડીયાનગર ગામના વિકાસ માટે આવેલ સરકારમાંથી આવેલ લાખો રૂપિયાની ગ્રાન્ટનો વિકાસની કામોમાં ઉપયોલગ કરવાના બદલે ગામના સરપંચ્ રમેશ જોગાભાઇ જાદવ અને તેના મળતીયાઓએ ગ્રાન્ટની આ રકમ પોતાના નામે ઉપાડવામાં આવી છે. સરકારી નાણા ખરેખર સરપંચ કે તેના અન્ગ સગા સંબધીના નામે ટ્રાન્સફરના કરી શકાય છતાં આ રકમ સરપંચ તથા રાજબાઇ ક્ધસ્ટ્રકશન કે જેના સંચાલક અને સરપંચના માસીયાર ભાઇ વિશા પરબત પઢારિયા, ઉપરાંત સરપંચના બનેવી વિશા ગાંગા ચાવડા તેમજ સરપંચના મોટાભાઇ દિલીપ ગાગા, ઉપરાંત સગા સંબંધીઓના નામે પંચાયતની ગ્રાન્ટ માંથી ખોટા બીલો બનાવી ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું જણાવાયુ છે. વધુમાં સરકારી નાણાનો ભ્રષ્ટાચાર કરનાર શખ્સો વિરૂધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય ભીખાભાઇએ ઉર્મેયુ હતુ કે જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો પોલીસ ફરિયાદ કરવા અને જરૂર જણાયે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.