કચ્છ રણોત્સવ, સંસ્કૃતિ, કલા અને સાહસનો જીવંત ઉત્સવ, કચ્છ, ગુજરાતના તારાઓથી ભરપૂર આકાશ નીચે પ્રગટ થાય છે. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આયોજિત આ વાર્ષિક ઉત્સવ, મંત્રમુગ્ધ કરનાર લોક પ્રદર્શન, કારીગર હસ્તકલા મેળાઓ અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન દ્વારા પ્રદેશના સમૃદ્ધ વારસાને દર્શાવે છે. જેમ જેમ પૂર્ણ ચંદ્ર વિશાળ રણના લેન્ડસ્કેપને પ્રકાશિત કરે છે, તેમ મુલાકાતીઓ ઊંટ સફારી અને રણ કેમ્પિંગથી લઈને યોગ અને ધ્યાન સત્રો સુધી કચ્છની અનન્ય પરંપરાઓમાં ડૂબી શકે છે. પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઉષ્માભર્યા આતિથ્યના સંપૂર્ણ મિશ્રણ સાથે, કચ્છ રણોત્સવ એ અધિકૃત અને અવિસ્મરણીય ભારતીય અનુભવ મેળવવા માંગતા પ્રવાસીઓ માટે મુલાકાત લેવાનું આવશ્યક સ્થળ બની ગયું છે.

આ સાથે જ વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ કે જે દુનિયાભરના લાખો પ્રવાસીઓને આકર્ષે છે અને લાખો પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં રણોત્સવની મુલાકાતે આવતા હોય છે પરંતુ આ વર્ષે કચ્છમાં આવેલ અતિભારે વરસાદના કારણે હજુ સુધી કચ્છના સફેદ રણમાં પાણી ભરાયેલું છે અને દરિયાની જેમ ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે.સફેદ રણના આ દ્ર્શ્યો દરિયા જેવા દેખાઈ રહ્યા છે.સફેદ રણની ચમક હજુ સુધી પ્રવાસીઓને જોવા નહીં મળે દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.વિશ્વભરના પ્રવાસીઓ અન્ય રાજ્યો અને દેશોથી કચ્છ માત્ર સફેદ રણનો નજારો માણવા આવતા હોય છે તેઓને આ વખતે સફેદ રણનો નજારો જોવા વગર જ પરત જવું પડશે. હજુ  બે મહિના સુધી પાણી અહી નહીં સુકાય અને પ્રવાસીઓ કે જે સફેદ રણનો નજારો જોવા આવતા હોય છે તેઓ પાણી જોઈને વિલા મોઢે પરત ફરવું પડશે.તો આગામી 11 નવેમ્બર થી કચ્છના સફેદ રણમાં ઉજવાતો રણોત્સવ યોજવા જઈ રહ્યો છે ત્યારે હજુ સુધી રણમાં વરસાદના પાણી ભરાયાં છે જેને લીધે હજુ સુધી મીઠું પાક્યું નથી માટે આ વખતે રણોત્સવની મજા પણ ખરાબ થશે તેવું લાગી રહ્યું છે.

સામાન્ય રીતે પ્રવાસીઓ તો દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ કચ્છ ફરવા આવી જતા હોય છે.પરંતુ રણમાં હાલમાં પાણી છે ત્યારે રણમાં આવીને પાણીની મજા માણી શકે અને અમુક સ્થળોએ રણના પેચ જોઈ શકે બાકી કચ્છના અન્ય પ્રવાસનના સ્થળો પર તેઓ પ્રવાસ માણી શકે છે.આ ઉપરાંત ધોરડો થી ધોળાવીરા રોડ ટુ હેવન પણ ખૂબ સારો નજારો હોય છે તો ધોળાવીરા પાસે પણ સફેદ રણનો નજારો જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24માં યોજાયેલ રણોત્સવમાં 945 વિદેશી સહિત 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3.67 કરોડની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે રણમાં પહોંચતા  સુધી જે જવાનો રસ્તો છે ત્યાં સુધી બંને તરફ પાણી પાણી જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે દોઢ બે મહિના સુધી પાણી જો નહીં સુકાય તો પ્રવાસીઓ માં જે રણોત્સવ અને કચ્છના સફેદ રણની જે છાપ છે તેના પર અસર થઈ શકે છે અને જોવું એ રહ્યું કે પ્રવાસીઓ ક્યારથી કચ્છના સફેદ રણનો નજારો માણી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.