ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં સિઝનનો 83.12 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતના 204 ડેમોમાંથી રવિવાર સુધીમાં 48 ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એક માત્ર ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં પાણીનો ખાસ સંગ્રહ થયો નથી. અહીંના ડેમોમાં અત્યારે 19.29 ટકા જળસંગ્રહ છે. ત્યારે કચ્છમાં છેલ્લા 3 દિવસમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે કચ્છના નાના મોટા 52 ડેમ છલકાયાં તેમજ હજુ 45 ડેમો છલકાવાની તૈયારી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.