બાઈક પર આવેલા બે શખ્સોએ કારને આંતરી ગોળીબાર કરી ઇમ્પેરિયા ગ્રુપનાં બિલ્ડરને મોતને ઘાટ ઉતાર્યા
મૂળ રાપર પ્રૌઢની જમીનની લેવડ-દેવડ મામલે હત્યા કરાયા હોવાની પોલીસને શંકા
રાપર તાલુકાનાં મૂળ સાંય ગામના રહેવાસી અને હાલ નવી મુંબઈના નેરુલ ખાતે રહેતા 65 વર્ષીય બિલ્ડરની ગઈકાલે તેઓ પોતાની કારમાં થતા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને ગોળી ધરબી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.ઘટનાથી સમગ્ર વાગડ પંથકમાં ખળભળાટ મચ્યો હતો. તો પાટીદાર ઉદ્યોગપતીની મુંબઈમાં ઘાતકી હત્યા થતાં સમગ્ર દુધઈ થી પીપરાળા લેઉવા પાટીદાર સમાજમાં અરેરાટી વ્યાપી છે. બનાવની સ્થાનિક પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા જમીનની લેવડદેવલ મામલે બિલ્ડરની હત્યા કરાયા હોવાની પોલીસને શંકા જતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાપરના સાંય ગામના વતની અને મુંબઇ વસતા અને ઇમ્પેરિયા ગૃપના 65 વર્ષીય માલિક સવજી ગોકર મંજેરીની ગઈકાલ સાંજે સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં નેરુલ સેક્ટર 6 અપના બજારની સામે રોડ પર પોતાની ગાડીમાં હતા ત્યારે એક મોટરબાઈક પર આવેલા બે શખ્સોએ કારને અટકાવી ગોળીબાર કર્યો. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ડીસીપી પાનસરે અને પીઆઈ સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જય તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઈમ્પેરિયા ગ્રુપના સવજી મંજેરી સહિત પાંચ ભાગીદારો છે. આ હત્યા જમીનની લેવડ-દેવડ કે નાણાકીય લેવડદેવડને કારણે થઈ હોવાનું પોલીસ ને શંકા થતા તેને તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈ મંજેરી ઇમ્પેરિયા ગ્રુપનાં માલિક હતાં તેઓ ઉપર થોડાક મહિના અગાઉ મુંબઈ મધ્યે છેડતીનો કેસ નોંધાયો હતો, જે બાબતે રાપરનાં નરસી સરૈયા (પટેલ ) ઉપર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો જેમા પણ તેમણે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુકાયો હતો, તો એક માસ પહેલાં જ તેમણે વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાઇ હોવાની ફરિયાદ પણ તેમણે નોંધાવી હતી.