માં આશાપુરા માતાના-મઢ કચ્છ ખાતે આજે રાત્રે સાદગી પૂર્વક ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ ઉજવાશે
ચૈત્ર સુદ-7 સોમવાર રાત્રે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી 12.30 કલાકે હવનમાં બીડું હોમશે: હાલના સંજોગોને ઘ્યાને લઇ મંદિર અચોકકસ સમય સુધી બંધ છે
ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખું અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરાશકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતામાં આશાપુરા ઉપર અપાર શ્રઘ્ઘ ગણના થાય છે. મા આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખય મંદિર પ8 ફુટ લાંબુ અને 3ર ફુટ પહોળો છે. મા આશાપુરાની વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે.
માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રઘ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ચૈત્રી સુદ-7 સોમવાર આજ રાત્રીના 8.25 કલાકે રાજા બાવા યોગેન્દ્રસિંહજીના અઘ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોશી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે.
હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફૂલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મઘ્યરાત્રિએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના 12.30 કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર જ હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિગળાજ માનું ભવ્ય
મંદિર આવેલ છે.
આરતીનો સમય સવારના પ વાગ્યે મંગળા આરતી, સવારે 9 કલાકે ધૂપ ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. સરકારશ્રીના નિયમોનુસાર સમગ્ર હોમાદિક ક્રિયા સાદગી પૂર્વક કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરશે. સમગ્ર દેશવાસીઓને કોરોના ભયંકર રોગથી મુકિત આપે તેવી માં આશાપુરાને વંદન પૂર્વક પ્રાર્થન કરશે. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરશે. માં આશાપુરાના ભકતોને લાઇન દર્શન તથા હોમાદિક ક્રિયા વિધીના દર્શન કરવા માટે WWW.MATANAMADH.ORG
વેબસાઇટ દ્વારા આપ નિહળી શકાશે તેમ વિનોદભાઇ પોપટની યાવીમાં જણાવાયુ છે.