મૃતકોમાં એક ટેન્ક ઓપરેટર, એક સુપરવાઈઝર અને ત્રણ મદદગારોનો સમાવેશ થાય છે. કંડલા પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી.
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક એગ્રીકલ્ચર ટેક્નોલોજી કંપનીની ગંદી પાણીની ટાંકીઓ સાફ કરતી વખતે પાંચ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. ગુજરાતના કચ્છમાં કંડલા પોર્ટ પાસે આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં અકસ્માતમાં પાંચ કર્મચારીઓના મોત થયા છે. મૃતકોમાં એક ટેન્ક ઓપરેટર, એક સુપરવાઈઝર અને ત્રણ મદદગારોનો સમાવેશ થાય છે. કંડલા પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી.
વાસ્તવમાં, ઉત્પાદનમાં વપરાતા ખાદ્ય તેલનો કાદવ એક ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે. સુપરવાઈઝર ગંદકી સાફ કરવા ટાંકી ઉપર ચઢી રહ્યો હતો. ત્યારબાદ ટાંકીમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તે ટાંકીની અંદર બેભાન થઈ ગયો હતો. સુપરવાઈઝરને બચાવવા ટાંકી ઓપરેટર પણ કૂદી પડ્યો હતો. બંને લોકોને ગૂંગળામણ થતા જોઈને બાજુમાં ઉભેલા ત્રણેય મદદગારોએ પણ એક પછી એક ટાંકીમાં ઝંપલાવ્યું હતું અને ઝેરી ગેસના કારણે ગૂંગળામણના કારણે ટાંકીમાં જ પાંચેયના મોત થયા હતા.
અકસ્માત બાદ પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ તપાસ ચાલુ છે અને ઘટના અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.