- કચ્છ કલેકટર અમિત અરોરા અબડાસા તાલુકાની મુલાકાતે
- કલેકટરે જળસંચાયના કામોનું કર્યું નિરીક્ષણ
- જન સેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠા તેમજ આધારની કામગીરીની સમીક્ષા કરી
કચ્છ કલેકટર અમિત અરોરા અબડાસા તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે સૌપ્રથમ ભારાપર (ધુફી) ગામની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જળસંચાયના કામોનું નિરીક્ષણ કર્યું. તેમજ રામપર ખાતે સુમરિયું દાદીયુ સ્થાનિક સાર્વજનિક સેવા ટ્રસ્ટ સુમરી દાદી દરગાહ પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામોના ઇન્સ્પેક્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ નલિયાની મુલાકાતે પહોંચ્યા હતા. મામલતદાર ઓફિસમાં જન સેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠા તેમજ આધારની કામગીરી સહિત ખાસ ટુરીઝનના પ્રોજેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર માતાનામઢમા ચાલી રહેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
કચ્છ કલેકટર અમિત અરોરા સાહેબે અબડાસા તાલુકાની મુલાકાત
અનુસાર માહિતી મુજબ, સૌપ્રથમ કચ્છ કલેકટર અમિત અરોરા સાહેબ ભારાપર (ધુફી) ગામની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જળસંચાયના કામોનું નિરીક્ષણ કર્યું તેમજ રામપર ખાતે સુમરિયું દાદીયુ સ્થાનિક સાર્વજનિક સેવા ટ્રસ્ટ સુમરી દાદી દરગાહ પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામોના ઇન્ફેક્શન કરવા માટે પહોંચ્યા હતા તેમજ આગળના કામોનું રીવ્યુ કરી નલિયા પહોંચ્યા હતા.
નલિયા મામલતદાર ઓફિસમાં જન સેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠામાં તેમજ આધાર ની કામગીરીમાં લાઈનો ન લાગે અને લોકોને હાલાકી ન પડે એ બાબતે આયોજન કરવામાં આવ્યા છે, તે માટે સમીક્ષા કરી હતી. તેમજ ખાસ ટુરીઝન ના પ્રોજેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર માતાનામઢ માં જે પ્રોજેક્ટ ચાલી રહી છે તેની સમીક્ષા કરી હતી.
અહેવાલ : રમેશ ભાનુશાલી