કુટણખાનું ચલાવતી મહિલા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૂપિયા આપી હતી
દેહવિક્રયના કાળા કારોબારમાંથી ગોંડલ પણ મુક્ત રહ્યું ન હોય શહેરના પોશ ગણાતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા છ માસથી ધમધમી રહેલા કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડી દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી રાજકોટ અને કલકત્તાની બે યુવતીને મુક્ત કરાવી હતી તેમજ કુટણખાનું ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પોશ વિસ્તાર સ્ટેશન પ્લોટમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી એ એચ ટી યુ શાખાને મળતા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા ની સૂચના મુજબ પી.એસ.આઇ ટી એસ રીઝવી, કોન્સ્ટેબલ મનોજભાઇ બાયલ, પ્રફુલ્લભાઇ પરમાર, એલ.આર.ડી. મયુરભાઇ વીરડા તથા મહીલા એ.એસ.આઇ જયાબેન ધુધાભાઇ સોલંકીએ સ્ટેશન પ્લોટ શેરી નંબર 4 ખાતે ચંદ્રિકા રમેશભાઈ ગોઢકિયા (મુળ. ગામ સાયલા, લાલજી બાપુની જગયા ની પાસે, તા. સાયલા જી. સુરેન્દ્રનગર) વાળીનાં ભાડાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતા કુટણખાનું ઝડપાયું હતું જ્યાં રાજકોટ અને કલકત્તાની બે યુવતીઓને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હોય બન્ને યુવતીઓને મુક્ત કરાવી ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંક (રહે નાગડકા તા. ગોંડલ) વાળા ની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3,4,5,મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દેહવિક્રયના ધંધા માટે ભાડે રાખવામાં આવેલ મકાન સચિન મનસુખભાઈ પીઠવાની માલિકીનું હોય પોલીસે તેને પણ બોલાવી પૂછપરછ હાથ ધરી છે, સ્ટેશન પ્લોટની જે શેરીમાંથી કુટણખાનું ઝડપાયું ત્યાં પંદરસો – બે હજાર રૂપિયામાં પણ કોઈ મકાન ભાડે રાખતું નથી ત્યાં ઊંચા ભાવે આ મકાન ભાડે આપવામાં આવ્યું હોવાની પણ લોકોમાં ચર્ચા થવા લાગી હતી.
દેહવિક્રયના ધંધામાંથી મુક્ત થયેલ યુવતીઓએ પોલીસ ને જણાવ્યું હતું કે ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૂપિયા આપી હતી દિવસ દરમિયાન પાંચ થી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો.
સ્ટેશન પ્લોટ શહેર નો ભદ્ર વિસ્તાર ગણાય છે.ત્યારે છેલ્લા છ માસ થી કુટણખાનુ ધમધમતુ હોય આસપાસ ના રહીશો બે ખબર હોય ઘટના ના પગલે શહેર મા ચકચાર જાગી છે