દુકાનો અને મોલની દિવાલો પર લખાણ ઘ્યાને આવતા વેપારીઓ આશ્ચર્યમાં મુકાયા
વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી કેટલીક સોસાયટીઓ, દુકાનો,મોલ સહિતની દિવાલોને લાલ કલરના સ્પ્રેથી સોરી લખીને રંગી નાંખતા લોકોની હરામ થઇ ગઇ છે. આટલેથી ન અટકતા વઢવાણ ધારાસભ્યના બંગલાની કમ્પાઉન્ડવોલની દિવાલને પણ સોરી નો સ્પ્રે મારતા આ ઘટના શહેરમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.
વઢવાણ શહેરનાં ૮૦ ફૂટ રોડ પર દિવસે દિવસે સોસાયટીઓ સાથે તેનો વિસ્તાર વધી રહ્યો છે.આવા સમયે આ વિસ્તારમાં તા. ૪ ઓક્ટોબરની સવારે ૧૫થી વધુ મકાનોની દિવાલો ઉપર સ્પ્રે જેવા સાધનથી લાલ કલરમાં અંગ્રેજીમાં જ સોરી લખેલુ લખાણ ધ્યાને આવતા રહીશો અંચબામાં પડી ગયા હતા.અને એકબીજા પાડોશીઓ જેમ જેમ ઘરની બહાર નીકળ્યા તેમ તેમ ઘરની દિવાલો ઉપર આ લખાણ જોવા મળ્યુ હતુ. આ વાત વાયુવેગે ફેલાતા આ રોડ પરની દુકાનો અને મોલ તેમજ ખાનગી સ્કૂલોની દિવાલો પર પણ આવી જ ઘટના ધ્યાને આવતા વેપારીઓ અને ગ્રાહકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા.
જ્યારે લાલ કલરના સ્પ્રે લઇને નીકળે શખ્સો આટલેથી ન અટકતા ધારાસભ્યના બંગલાની કમ્પાઉન્ડવોલની દિવાલે બે જગ્યાએ સોરી લખી નાંખ્યુહતું. આમ તા. ૩ને ઓક્ટોબરની રાત્રિના સમયે સોસાયટીઓ, દુકાનો સહિતના સ્થળોએ લાલ કલરનો સ્પ્રે ફરી વળતા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે.આ ઘટનમાં તમામ જગ્યાએ એક સરખો જાણે હાથ અજમાવ્યો હોય તેમ સ્પ્રેથી લખાણ લખાયેલુ જોવા મળ્યુહતું. પરિણામે આઆ કામ કોઇ એક શખ્સના હાથે થયુ હોવાની ચર્ચાએ લોકો જોર પકડયુ હતું. રહીશોના મકાનોની, દુકાનોની દિવાલો પર જે લખાણ લખાયુ છે તે બાબતે પોલીસ મથકે કોઇ ફરિયાદ કે રજૂઆત આવી નથી.
તેમ છતાં આ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. એન.વી.ડોડીયા, પીએસઆઈ, સિટી બી-ડિવીઝન. વઢવાણ ૮૦ ફૂટ રોડ પરની સોસાયટી અને રહીશોના મકાનો સહિતા સ્થળોની દિવાલો પર લખાયેલુ સોરી.૮૦ ફૂટ રોડથી સુધી સ્પ્રે પહોંચ્યો દિવાલોને રાત્રિના સમયે સોરીથી રંગવાનું કામકરનાર તત્વોએ લાંબો રન કાપ્યો હતો. જેના કારણે ૮૦ ફૂટ રોડ પરની સોસાયટીઓ, દુકાનોની દિવાલોને રંગીને છેક જીઆઈડીસી સુધી આ લખાણ જોવ