આજે ત્રીજા નોરતે માતાજીનું ત્રીજુ સ્વરૂપ ર્માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.માતાજીની ઉપાસના શકિતદાયક અને કલ્યાણકારી છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે. તેમાં ખડગધારી છે. અને તલવાર, ત્રીશુલ, તિર, સુશોભિત છે. માતાજીનું વાહન સિંહ છે.

માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે. અને દિવ્ય સુગંધ તથા ધ્વનીનો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધાજ પાપો નષ્ટ થઈ જાય છે. અને જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે.માતાજીની ઉપાસના સાવધાન અને નિર્ભય રહીને કરવી જરૂરી છે. માતાજીની ઉપાસનાથી પ્રેતપીડા દૂર થાય છે. સાધના મા પવિત્રતાનો ખ્યાલ રાખવો જરૂરી છે.માતાજી ચંદ્રઘંડાની ઉપાસનાનો બીજ મંત્ર ૐ એ શ્રી શકત્યે નમ: છે માતાજીને નૈવેદ્યમાં પંચામૃત અર્પણ કરવાથી બધાજ દુ:ખો દૂર થાય છે.

ચોથા નોરતે ચોથુ સ્વરૂપ ર્માં કુષ્માંડાની પુજા થાય છે. માતાજીએ બ્રહ્માંડની ઉત્પતી કરેલી. જયારે સૃષ્ટીનું અસ્તિત્વ નહતુ ત્યારે ચારેય બાજુએ અંધકાર હતો. ત્યારે માતાજી એ પોતાના મંઘ હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરેલી આથી માતાજીનુ નામ કુષ્માંડા પડેલું માતાજી આદિ સ્વરૂપા અને આદિ શકિતરૂપ છે.માતાજીનો નિવાસ સૂર્યમંડળની પાસે છે. અને સૂર્ય લોકમાં નિવાસ કરે છે. માતાજીનું સ્વરૂપ સૂર્ય સમાન તેજવાળું છે. અને શકિતરૂપ છે. માતાજીની તુલનામાંકોઈ દેવી દેવતા આવતા નથી. બ્રહ્માંડના બધા જ પ્રાણીઓ, મનુષ્યો તેમની છાયા રૂપ છે.

માતાજીને આઠભુજા એટલે કે હાથ છે. આઠ હાથમાં બાણ, ધનુષ, કમળ, કળશ અને ચક્ર છે. અને આઠમાં હાથમાં સિધ્ધિ છે. માતાજીનુ વાહન સિંહ છે. કુષ્માંડાને બલી કહે છે. નવરાત્રીનાં ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે. પવિત્ર મનથી ઉપાસના કરવી. માતાજીની ઉપાસનાથી રોગ બીમારી દૂર થાય છે. અને સંસારના દુ:ખો દૂર થાય છે. અને આધી વ્યાધીમાંથી મૂકિત મળે છે.માતાજીની ઉપાસનાનો મંત્ર  યાદેવી સર્વ ભુતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ: છે તેમજ નૈવેદ્યમાં ખીર તથા ફળ ધરવાથી બધાજ રોગ દૂર થાય છે.

– પ્રાસંગીક: શાસ્ત્રી રાજદિપ જોષી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.