પ્રદેશ ભાજપ મંત્રી અને જૂનાગઢ જીલ્લા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગી અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાના નિવેદનનો વળતો જવાબ આપ્યો
પ્રદેશ ભાજપ મંત્રી અને જૂનાગઢ જીલલા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ તથા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાને સણસણતો જવાબ આપતા જણાવ્યું હતુ કે કોઈપણ વ્યકિત પદ પર ચૂંટાઈ આવે તે કોઈએક સમાજના નહી પરંતુ તે સર્વ સમાજના હોય છે. ત્યારે રામનાથ કોવિંદજી દેશના રાષ્ટ્રપતિ બન્યા તે કોળી સમાજ માટે ગર્વની બાબત છે. ત્યારે માત્રને માત્ર સસ્તી પ્રસિધ્ધી માટે અને કોંગ્રેસને ખુશ રાખવા માટે દેશના રાષ્ટ્રપતિ વિશે નિમ્ન કક્ષાનું નિવેદન કુંવરજીભાઈએ કર્યું છે. ત્યારે કુંવરજીભાઈએ ખણા અર્થમાં કોંગ્રેસી મુગટ પહેર્યો હોય તેવું લાગે છે તેમજ દેશના રાષ્ટ્રપતિની ગરીમાને ઠેસ પહોચે તેવું એક પણ નિવેદન ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કયારેય કર્યું નથી અને દેશના રાષ્ટ્રપતિ કોઈ પક્ષના ન હોઈ શકે રાષ્ટ્રને સમર્પિત હોય છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ અને કોળી સમાજનું ગર્વ કહી શકાય તેવા રામનાથ કોવિંદજી વિશે નિવેદન કરી સમાજના અનેક કાર્યકર્તાઓની લાગણીને ઠેસ પહોચાડી છે. એજ તમારી માનસીકતા છતી કરે છે. કોંગ્રેસ હંમેશા જ્ઞાતિવાદનું રાજકારણ ખેલી રહી છે.અંતમાં ચુડાસમાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈએક સમાજને નહી પરંતુ સૌનો સાથ સૌનો વિકાસની સાથે સામાજીક સમરસતાનું સ્થાપન થાય એ દિશામાં આગળ વધી રહી છે. ત્યારે ભાજપે કોળી સમાજને વધુને વધુ મહત્વ આપ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી જ શંકરભાઈ વેગડ, ભારતીબેન શીયાળ, દેવજીભાઈ ફતેપરા અને રાજેશભાઈ ચુડાસમાં સાંસદ તરીકે ભાજપમાંથી નેતૃત્વ કરી રહ્યા છે. એજ બતાવે છે કે કોળી સમાજ ભાજપની સાથે છે અને આ વાતનું ગર્વ લેવું જોઈએ ત્યારે કોંગ્રેસે કયારેય કોળી સમાજને મહત્વ આપ્યું નથી અને પોતાની વોટબેંક તરીકે ચૂંટણીમાં ઉપયોગ કર્યો છે. તેમજ વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે.છતા સતાવિહોણા કુંવરજીભાઈ હવે સતા માટે તલપાપડ બન્યા છે.ત્યારે વિધાનસભાની ચૂંટણીનાં સ્વપ્ના જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હંમેશા ચૂંટણીલક્ષી પક્ષ રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તો હંમેશા લોકોની વચ્ચે રહી છે. એ પછી બનાસકાંઠાનો પૂર પ્રકોપ હોય કે અન્ય કોઈ આપતિ હોય ત્યારે લોકોની વચ્ચે રહ્યા છે. એટલે મતદારો પણ હંમેશા ભાજપની સાથે છે. અને આવનારી ચૂંટણીમાં પણ ભાજપની સાથે રહેશે એટલે તમને હારની ચીંતા છે સમાજની નથી. એટલે કોળી સમાજને તમારા ચૂંટણીલક્ષી ચશ્મા પહેરાવાનું બંધ કરજો.